રાજ્ય સરકારની સુચના મુજબ જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી તથા જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લાના દરેક તાલુકા મથકો પર તંત્ર દ્વારા આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.જે અંતર્ગત આગામી તા.18 એપ્રિલ સોમવારના રોજ જામનગર તાલુકા, તા.19ના રોજ કાલાવડ, તા.20 ના રોજ લાલપુર, તા.21ના રોજ જામ જોધપુર, તા.22ના રોજ ધ્રોલ અને તા.23ના રોજ જોડિયા ખાતે હેલ્થ મેળાનું આયોજન લગત તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા કરવામાં આવ્યું છે.
આ હેલ્થ મેળા દરમિયાન આરોગ્ય વિભાગના વિવિધ પોગ્રામ અને યોજના વિશે જન જાગૃતિ કેળવવી, આયુષ્માન ભારત ડિજિટલ હેલ્થ મિશન હેઠળ યુનિક હેલ્થ આઈ.ડી. કાર્ડ માટે માર્ગદર્શન, આયુષ્માન ભારત કાર્ડ માટે માર્ગદર્શન માહિતી, ચેપી તથા બિનચેપી રોગો નિદાન સારવાર તથા જનજાગૃતિ, આરોગ્યપ્રદ ટેવો કેળવવા સમજ તથા જાગૃતિ અને પ્રાથમિક સારવાર માટે ટેલી મેડીસીનનો ઉપયોગ તથા સમજ પૂરી પાડવી વગેરે કામગીરી દ્વારા જનજાગૃતિ કેળવી લોકોને આરોગ્ય ક્ષેત્રે મદદરૂપ થવાના ઉમદા અભિગમ સાથે ઉપરોક્ત હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.આ આરોગ્ય મેળાનો બહોળા પ્રમાણમાં લાભ લેવા જિલ્લાના નાગરિકોને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે.