જામનગર શહેરમાં રહેતી છ વર્ષની માસૂમ બાળકી ઉપર તેની બાજુમાં રહેતા શખ્સે પોતાના ઘેર લઈ જઈ શારીરિક છેડછાડ કર્યાની ફરિયાદના આધારે પોલીસે નરાધમ શખ્સની પોક્સો એક્ટ હેઠળ અટકાયત કરી લઇ તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો.
આ બનાવની વિગત એવી છે કે, જામનગર શહેરમાં રહેતી છ વર્ષની માસૂમ બાળકીને તેની બાજુમાં જ રહેતા પ્રવિણ આણંદ ખાંટ નામના શખ્સે નાસ્તો અપાવી દેવાના બહાને પોતાના ઘેર લઈ જઇ બાળકીની એકલતાનો લાભ લઇને તેણી સાથે શારીરિક છેડછાડ કરી હતી. માસુમ બાળકી સાથે શારીરિક અડપલાં કર્યા હતા જેના કારણે બાળકી ડઘાઇ ગઇ હતી. દરમિયાન બાળકી નરાધમ શખ્સના સકંજામાંથી છૂટીને પોતાના ઘેર પહોંચી ગઈ હતી અને બનાવ સંબંધે પોતાના માતા-પિતાને જાણ કરી હતી. જેના આધારે બાળકીના પિતા દ્વારા પાડોશી નરાધમ શખ્સ પ્રવીણ આણંદ ખાંટ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે પ્રવિણ નામના શખ્સની અટકાયત કરી કોવિડ ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ વિધિવત ધરપકડ કરી પોકસો હેઠળ ગુનો નોંધ્યો હતો અને ત્યારબાદ પ્રવિણને અદાલતમાં રજૂ કરતાં અદાલતે જેલ હવાલે કરવાનો આદેશ કર્યો હતો.