Wednesday, December 25, 2024
Homeઆંતરરાષ્ટ્રીયઆવતીકાલથી ઇન્ટરનેશનલ ફ્લાઈટ શરુ, પરંતુ આ નિયમોનું પાલન જરૂરી

આવતીકાલથી ઇન્ટરનેશનલ ફ્લાઈટ શરુ, પરંતુ આ નિયમોનું પાલન જરૂરી

- Advertisement -

દેશમાં કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. ત્યારે બે વર્ષ બાદ આવતીકાલથી ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સ શરુ થવા જઇ રહી છે. પરંતુ કોવિડની ગાઈડલાઇનનું પાલન કરવાનું રહેશે. કોવિડના પરિણામે છેલ્લા 2 વર્ષથી ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લાગુ હતો. ત્યારે 27 માર્ચથી આ પ્રતિબંધદુર થવા જઇ રહ્યો છે. તમામ પાસાઓની સમીક્ષા કર્યા બાદ સરકારે આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ પેસેન્જર સેવાઓ ફરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

- Advertisement -

આ છે નવી ગાઈડલાઇન

  • કોવિડ19ની માર્ગદર્શિકા અનુસાર આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર 3 બેઠકો ખાલી રાખવા પરનો પ્રતિબંધ દૂર કરવામાં આવ્યો છે.
  • કોરોનાનું સંક્રમણ ઘટતા ક્રૂ મેમ્બર્સએ હવે PPE કીટ ફરજીયાત પહેરી રાખવાની જરૂર નથી.
  • એરપોર્ટ પર સુરક્ષા કર્મચારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલ પેટ-ડાઉન સર્ચ ફરીથી શરૂ કરવામાં આવશે.
  • એરપોર્ટ અથવા પ્લેનમાં માસ્ક પહેરવું ફરજિયાત રહેશે.

અંતે ઉલ્લેખનીય છે છેલ્લા 2 વર્ષથી કોરોનાના પરિણામે DGCAએ વધતા કોરોના કેસને રોકવા માટે 23 માર્ચ, 2020 થી ભારતમાંથી આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ પેસેન્જર એરલાઈન્સનું સંચાલન સ્થગિત કરી દીધું હતું. પરંતુ હવે કેસમાં ઘટાડો થઇ રહ્યો હોય અને મોટા ભાગના લોકોએ વેક્સિન લીધી હોવાથી સરકારે આંતરરાષ્ટ્રીય એરલાઇનને ફરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular