સમસ્ત જૈન સમાજની ચૈત્રમાસની આયંબિલની ઓળીનો લાભ સંઘમાતા હેમલતાબા જયસુખલાલ મનસુખલાલ શાહ પરિવાર દ્વારા લેવામાં આવ્યો છે. ચૈત્રમાસની આયંબિલની ઓળી લોકાગચ્છની વાડી ચાંદીબજાર, તેજપ્રકાશ સોસાયટી ઉપાશ્રય, પેલેસ દેરાસર આયંબિલ ભવન, પટેલ કોલોની-6 આયંબિલ ભવન, રણજીતનગર આયંબિલ ભવન, પ્રવાસીગૃહ ઉપાશ્રય તથા ચંપાવિહાર હરિયા સ્કૂલ આયંબિલની ઓળીનું આયોજન કરવામાં આવ્યું છે. સ્થાનકવાસી જૈન સમાજ માટે તા. 7ના રોજ આયંબિલ ઓળીનો પ્રારંભ થશે અને તા. 16 એપ્રિલના પારણા યોજાશે તથા દેરાવાસી સમાજ માટે તા. 8ના રોજ આયંબિલની ઓળીનો પ્રારંભ થશે અને તા. 17 એપ્રિલના રોજ પારણા યોજાશે. બંનેના પારણા લોકાગચ્છની વાડી, ચાંદીબજાર ખાતે યોજાશે. આથી સમસ્ત જૈન સમાજના આરાધકોએ લાભ લેવા દાતા પરિવાર દ્વારા અનુરોધ કરાયો છે.