Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામવણથલીના યુવાને બે શખ્સોના ત્રાસથી આત્મહત્યા કરી

જામવણથલીના યુવાને બે શખ્સોના ત્રાસથી આત્મહત્યા કરી

દોઢ વર્ષ અગાઉ કરેલી ફરિયાદ બાદ બે શખ્સો દ્વારા અપાતા ત્રાસથી જિંદગી ટૂંકાવી : પોલીસ દ્વારા બન્ને શખ્સોની ગણતરીના કલાકોમાં ધરપકડ

- Advertisement -

જામનગર તાલુકાના જામવણથલી ગામમાં રહેતાં યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવી આત્મહત્યા કર્યાના બનાવ પહેલાં તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઘટનામાં પોલીસે જામવણથલી ગામના બે માથાભારે શખ્સોની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી વધુ તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના જામવણથલી ગામમાં રહેતાં નીતિન જયંતીભાઈ પરમાર નામના યુવાને ધૂળેટીના દિવસે જામવંથલી રેલવે સ્ટેશન નજીકની રેલવે લાઇન પર ટ્રેન હેઠળ પડતું મુકી દઇ આત્મહત્યા કરતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ થતાં રેલવે પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોની પૂછપરછ કરતા ગામના માથાભારે શખ્સોના ત્રાસના કારણે નીતિને આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હતું. જેના આધારે રેલવે પોલીસ દ્વારા નીતિનભાઈ પરમારને આત્મહત્યા કરવા માટે મજબુર કરવા અંગે ઉપરાંત હડધૂત કરવા અંગે જામવણથલી ગામના માથાભારે શખ્સો કૃષ્ણરાજસિંહ ઉર્ફે કાનો ભરતસિંહ જાડેજા અને મયુરસિંહ ભરતસિંહ જાડેજા સામે એટ્રોસિટી એકટની કલમ તેમજ આપઘાત કરવા માટે મજબુર કરવા અંગેનો ગુનો નોંધ્યો છે.

દરમિયાન પંચકોશી એ ડીવીઝન પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ બન્ને આરોપીઓની અટકાયત કરી લીધી હતી અને તેઓ પાસેથી રૂા.65 હજારની કિંમતના 2 મોબાઇલ ફોન કબ્જે કરી લીધા હતાં અને રેલવે પોલીસને સોંપી આપ્યા હતાં. જેના આધારે પોલીસ તપાસમાં મૃતક યુવાનને અગાઉ બન્ને આરોપીઓ સાથે તકરાર થઈ હતી અને આજથી દોઢ વર્ષ પહેલાં બન્ને સામે ફરિયાદ નોંધાવી હતી જેનું મનદુ:ખ રાખી બન્ને શખ્સો અવાર-નવાર ત્રાસ ગુજારતા હતાં. જેઓના ત્રાસથી કંટાળી જઈ યુવાને ટ્રેન હેઠળ પડતુ મુકી દઈ પોતાનો જીવ દીધો હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત મૃતકે આત્મહત્યા પહેલાં બનાવેલો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular