રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૪.૦૩.૨૦૨૨ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૫૫૫૦.૩૦ સામે ૫૫૬૧૪.૪૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૫૫૫૬.૪૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૮૯.૩૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૯૩૫.૭૨ પોઈન્ટના ઉછાળા સાથે ૫૬૪૮૬.૦૨ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૬૪૭.૭૫ સામે ૧૬૬૨૪.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૬૬૧૦.૧૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૦૨.૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૬૧.૨૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૬૯૦૯.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના પ્રથમ દિવસે ફરી યુક્રેનના શહેરો પર રશિયાના બોમ્બમારા સાથે સૈન્ય કાર્યવાહી શરૂ થઈ જતાં વૈશ્વિક બજારોમાં સાવચેતીની વિરુધ્ધ આજે ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ સેન્સેક્સ, નિફટી બેઝડ બે – તરફી અફડાતફડીના અંતે સુધારા તરફી ચાલ જોવા મળી હતી. વૈશ્વિક મોરચે રશિયા પર પ્રતિબંધો વચ્ચે યુક્રેનમાં અમેરિકા બાયોલોજિકલ લેબ્સ ધરાવતું હોવાના રશિયાના આરોપ વચ્ચે મામલો ફરી બગડી રહ્યો હોઈ રશિયા દ્વારા પણ ૨૦૦ પ્રોડક્ટસની નિકાસો પર પ્રતિબંધ મૂકાતાં સેન્ટીમેન્ટ ડહોળાયા બાદ રશિયાના પ્રમુખ પુતિને યુક્રેન મામલે વાટાઘાટ પોઝિટીવ હોવાના આપેલા સંકેત વચ્ચે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટીને આવતા પોઝિટીવ અસરે સ્થાનિક શેરબજારમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો.
બીજી તરફ સ્થાનિક ફંડો, મ્યુચ્યુઅલ ફંડો, સંસ્થાકીય રોકાણકારોની શેરોમાં લેવાલી સાથે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં લેવાલી જોવા મળી હતી. ચાઈના, હોંગકોંગ સહિતમાં કોરોનાના કેસોમાં ફરી ઝડપી વધારો થઈ રહ્યાના આંકડાએ વિશ્વમાં નવી કોરોનાની લહેર આવવાની ચિંતાએ સામે બેન્કેક્સ, આઇટી – ટેક અને ફાઈનાન્સ શેરોમાં પસંદગીની લેવાલીએ અફડાતફડીના અંતે બીએસઇ સેન્સેકસ ૯૩૫ પોઈન્ટ અને નિફ્ટી ફ્યુચર ૨૬૧ વધીને બંધ રહ્યા હતા.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર રિયલ્ટી, ઓઇલ એન્ડ ગેસ, પાવર, યુટિલિટીઝ, મેટલ અને હેલ્થકેર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૧૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૨૫ અને વધનારની સંખ્યા ૧૭૪૯ રહી હતી, ૧૩૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, છેલ્લા કેટલાક સમયથી ભારે વેચવાલીનો સામનો કરી રહ્યા હોવા છતાં ભારતના શેરબજારની સ્થિતિ વિશ્વના અન્ય શેરબજારો કરતા સારી રહી છે. માર્કેટ કંપની દ્રષ્ટિએ હવે ભારતના શેરબજારે પ્રથમ ૬ દેશોમાં સ્થાન મેળવી લીધું છે અને કેનેડા તથા બ્રિટનના શેરબજારને પાછળ મૂકી દીધા છે. છેલ્લા એક મહિના ખાસ કરીને રશિયા – યુક્રેન યુદ્ધને કારણે વિશ્વના મોટાભાગના શેરબજારોની માર્કેટ કેપમાં ઘટાડો થયો છે જ્યારે માત્ર સાઉદી અરેબિયા એક એવો દેશ છે જેની માર્કેટ કેપમાં આ ગાળામાં વધારો થયો છે. બ્લુમ્બર્ગના તાજા આંકડા પ્રમાણે ભારતની શેરબજારની માર્કેટ કેપ કેનેડા તથા બ્રિટન કરતા પણ આગળ વધી ગઈ છે. ૩.૧૭ ટ્રિલિયન ડોલર સાથે માર્કેટ કેપની દ્રષ્ટિએ ભારત વિશ્વનું છઠ્ઠું મોટું રાષ્ટ્ર છે. કેનેડાની માર્કેટ કેપ ૩.૧૩ ટ્રિલિયન ડોલર જ્યારે બ્રિટનની ૩.૧૧ ટ્રિલિયન ડોલર રહી હતી. ૧લી ફેબુ્રઆરીથી અત્યારસુધીમાં ભારતની માર્કેટ કેપમાં ૩૫૭.૦૫ અબજ ડોલરનો ઘટાડો થવા છતાં ભારતની સ્થિતિ અન્ય દેશોની સરખામણીએ મજબૂત બની રહી છે.
ભારતની સરખામણીએ આ ગાળામાં બ્રિટનની માર્કેટ કેપમાં ૪૧૦ અબજ ડોલરનો ઘટાડો થયો હોવાનું પણ આંકડા જણાવે છે. માર્કેટ કેપની દ્રષ્ટિએ ૪૬.૦૧ ટ્રિલિયન ડોલર સાથે અમેરિકાએ પોતાનું પ્રથમ ક્રમ જાળવી રાખ્યું છે જ્યારે ૧૧.૩૧ ટ્રિલિયન ડોલર સાથે ચીન બીજા ક્રમે છે. જાપાનની માર્કેટ કેપ ૫.૭૮ ટ્રિલિયન ડોલર છે.અત્રે ઉલ્લેખનિય છે કે, કોરોનાના કાળમાં દેશની ઈક્વિટીઝમાં એફપીઆઈએ કરેલા રોકાણમાંથી ૫૦% રોકાણ છેલ્લા પાંચ મહિનામાં પાછું ખેંચી લીધું છે. ગયા વર્ષના ઓકટોબરથી એફપીઆઈસ દેશની ઈક્વિટીઝમાંથી પોતાના નાણાં સતત પાછા ખેંચી રહી છે. યુક્રેન – રશિયા યુદ્ધના પ્રારંભ બાદ વિદેશી રોકાણકારોની આક્રમક વેચવાલી આવી છે. જો કે આગામી દિવસોમાં ફરી ફોરેન ફંડોનું રોકાણ વધવાના પ્રબળ સંજોગો હોવાથી તેના પર ભારતીય શેરબજારની નજર રહેશે.
તા.૧૫.૦૩.૨૦૨૨ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….
તા.૧૪.૦૩.૨૦૨૨ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૬૯૦૯ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૬૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૧૬૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૬૯૭૦ પોઈન્ટ થી ૧૭૦૦૭ પોઈન્ટ ૧૭૦૭૭ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૬૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
તા.૧૪.૦૩.૨૦૨૨ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૩૫૩૯૧ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૫૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૩૪૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૫૪૭૪ પોઈન્ટ થી ૩૫૬૦૬ પોઈન્ટ, ૩૫૭૩૭ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૫૭૩૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..
- લાર્સન & ટૂબ્રો ( ૧૭૫૬ ) :- કન્સ્ટ્રકશન & એન્જિનિયરિંગ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૨૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૦૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૭૦ થી રૂ.૧૭૮૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૭૯૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
- મુથૂત ફાઈનાન્સ ( ૧૩૬૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૩૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૧૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૩૮૩ થી રૂ.૧૩૯૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
- સિપ્લા લિમિટેડ ( ૧૦૪૫ ) :- રૂ.૧૦૧૭ નો પ્રથમ તેમજ રૂ.૧૦૦૮ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૬૩ થી રૂ.૧૦૭૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
- ઇન્ડસઇન્ડ બેન્ક ( ૯૧૧ ) :- બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૨૮ થી રૂ.૯૩૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૮૯૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- અદાણી પોર્ટ ( ૭૩૪ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૧૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક મરીન પોર્ટ & સર્વિસ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૪૪ થી રૂ.૭૫૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- ઇન્ફોસિસ ટેકનોલોજી ( ૧૮૯૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૧૯ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૮૮૦ થી રૂ.૧૮૭૩ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૩૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- એચડીએફસી બેન્ક ( ૧૪૩૭ ) :- રૂ.૧૪૭૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૪૮૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૪૨૨ થી રૂ.૧૪૦૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૮૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
- મહિન્દ્રા & મહિન્દ્રા ( ૭૪૬ ) :- કાર & યુટીલીટી વિહિકલ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૭૭૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૭૩૩ થી રૂ.૭૧૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
- ઓરબિંદો ફાર્મા ( ૬૩૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૬૪૬ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૬૧૬ થી રૂ.૬૦૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૬૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- વિપ્રો લિમિટેડ ( ૫૯૬ ) :- રૂ.૬૧૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૩૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૫૮૫ થી રૂ.૫૭૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૬૩૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )