ગુજરાત સરકાર દ્વારા રજૂ કરાયેલ અંદાજપત્રને સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્ર્વાસને સાર્થક કરતાં રાજ્યના દરેક વર્ગ અને દરેક સમાજને આવરી લેતું જનહિતલક્ષી જોગવાઇ સાથેનું બજેટ ગણાવી ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા આ બજેટને આવકારવામાં આવ્યું છે.
ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલા અંદાજપત્રમાં રાજયના તમામ નાનાથી મોટા શહેરો અને ક્ષેત્રો ને આવરી લેવામાં આવ્યાં છે અને અંદાજપત્રનું જે કદ રાખવામાં આવ્યું જે રીતે તમામ ક્ષેત્રો, શિક્ષણને પાયાથી સુધારવા માટે આજ રીતે આરોગ્ય અને પિરવાર માટે, શહેરી વિકાસ માટે, માર્ગ અને મકાન, ઉર્જા અને પેટ્રોકેકિલ્સ માટે, જંગી નાણાકીય ફાળવણી કરવામાં આવી છે કૃષિ અને જળસંપતિ, પાણી પુરવઠાને કેન્દ્રમાં રાખી ને જંગી ફાળવણી કરાઈ છે અને બંદરો અને વાહન વ્યવહાર, કાયદો અને વ્યવસ્થા, રમત-ગમત, ઉદ્યોગ અને ખાણ, કલાઈમેન્ટ ચેન્જ માટે પણ મહત્વની ફાળવણી કરવામાં આવી છે આ બજેટ સર્વેગ્રાહી સમિક્ષ્ાા કરીયે તો સ્પષ્ટ દેખાઈ છે, ગ્રામિણ લોકો શિક્ષ્ાણના ઉત્કર્ષ માટે મહત્વની જાહેરાત કરાઈ છે. સાથે સાથે શહેરોના વિકાસને હાઈ જંપ મળે તેવી જોગવાઈઓ સમાવેશ કરવામાં આવ્યો હોવાથી ગુજરાતના જન-જને સ્પષ્ટતું બજેટ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના નાણાંમત્રી કનુભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવેલ છે.
જામનગર અને દેવભુમિ દ્વારકાને લઈને બજેટમાં અત્યંત મહત્વની જે જાહેરાત કરાઈ છે. તેને જામનગરના પ્રજાના પ્રતિનિધી તરીકે હું હર્ષભેર આવકારું છું.
દેવભુમિ દ્વારકા ચાર ધામ પૈકીનું એક ધામ છે, લાખો યાત્રાળુઓ આવે છે હાલમાં રેલ્વે અને મોટર માર્ગે પહોચી શકાઈ છે પરંતુ હવે જયારે બજેટમાં દ્રારકાને એરપોર્ટ ફાળવાની જે જાહેરાત કરાઈ છે એ યાત્રાળુ માટે આર્શિવાદ રૂપ થશે સાથે-સાથે દ્વારકાના વિકાસમાં હાઈ જંપ આવશે અને દેશ-વિદેશના શ્રધ્ધાળુઓ જે દિવસો અથવા કલાકોનો સફર કરીને આવે છે તે લોકો હવે ગણતરીની કલાકોમાં બીજા રાજયામાંથી દ્વારકા પહોંચી શકશે.
ખંભાળીયામાં મેડીકલ કોલેજ બનાવવાની જાહેરાત અત્યંત મહત્વની અને ગ્રામ્યના પ્રજાના આરોગ્યને લઈને ખુબ જ મહત્વની છે ખંભાળીયમાં સરકારી હોસ્પિટલનું નિર્માણ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જ કરવામાં આવ્યું છે અને હવે ત્યાં મેડીકલ કોલેજની પણ ફાળવણી થઈ છે. તેનાથી સરકારી હોસ્પિટલ સંપુર્ણ બની જશે. તબીબો અને રેસીડેન્ટની સંખ્યામા નોંધપાત્ર વધારો થશે. જેનો સરવાળો એ નીકળે છે કે દેવભુમિ દ્વ્રારકાના ગામ્ય વિસ્તારની પ્રજાને પોતાન ઘરથી ખુબ નજીક સંપુર્ણ સુવિધાયુક્ત સારવાર મળી શકશે. મેડીકલ કોલેજના કારણે ખંભાળીયાનો વિકાસ પણ હાઈ જંપ કરશે.
જામનગર જે રિગરોડ બનશે. રાજકોટમાં જે પ્રકારે િરંગરોડ બન્યા બાદ છેવાડાનો વિસ્તારનો જબરદરસ્ત વિકાસ થયો એ રીતે જામનગરમાં 70 કરોડના ખર્ચે િરંગરોડ બનાવાની જે આવકારદાયક જાહેરાત તેનાથી જામનગરની સરહદમાં વધારો થશે અને છેવાડાનો વિસ્તારનો જબરદસ્ત થશે અને બાલાચડી સૈનિક સ્કુલ માટે પણ જે જોગવાઈ કરવામાં આવી છે જે આવકારદાયક છે એટલા માટે ગુજરાતનું સર્વગ્રાહી અને સર્વજનહિત લક્ષ્ાી બજેટનેં હું આવકારા આપુ છું. તેમ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહની યાદી જણાવે છે.