Monday, December 23, 2024
Homeબિઝનેસયુધ્ધ ઇફેકટ : ભારતીય સેન્સેકસમાં વધુ 1200 પોઇન્ટનું ગાબડું

યુધ્ધ ઇફેકટ : ભારતીય સેન્સેકસમાં વધુ 1200 પોઇન્ટનું ગાબડું

રશિયા-યુક્રેનના યુધ્ધની વિશ્ર્વભરમાં માઠી અસર: કોરોના મહામારી બાદ હવે યુધ્ધનો કહેર : ઇંધણના ભાવમાં રેકોર્ડબ્રેડ વધારાની શકયતા

- Advertisement -

યુરોપ અને યુક્રેનના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલો કરીને રશિયાએ કબ્જે કરતા હવે સમગ્ર યુક્રેનમાં અરાજકતાનો માહોલ સર્જાયો છે. આજુબાજુ રેડિયેશન લેવલ વધતા રશિયા અને સમગ્ર વિશ્ર્વ વચ્ચે અજંપાની સ્થિતિ ફરી પેદા થઈ છે. જેના પગલે અમેરિકન બજારોમાં કડાકો જોવા મળ્યો હતો અને સપ્તાહના અંતિમ દિવસના શરૂઆતી સત્રમાં પણ ભારતીય બજારમાં કડાકો જોવા મળ્યો છે. તેમજ ક્રુડનો ભાવ રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચતા પેટ્રોલ-ડિઝલના ભાવમાં તોતિંગ વધારો થવાન શકયતાઓ રહેલી છે.

- Advertisement -

એસ એન્ડ પી બીએસઈ સેન્સેકસ 1200થી વધુ અંકોના કડાકે 54,000ના લેવલની નીચે સરકયો છે. નિફટી 50 ઈન્ડેકસ પણ 350 અંક, 2.12%ના કડાકે 16,150ના સ્તરે કામકાજ કરી રહ્યું છે. બેંક નિફટી ઈન્ડેકસમાં 2.25%નું ગાબડું જોવા મળી રહ્યું છે. 800 અંકોના કડાકે ઈન્ડેકસ 35,150ના સ્તરે ટ્રેડ કરી રહ્યું છે.

આજે પણ બજારને નીચે ધકેલવાનું કામ રિલાયન્સની સાથે બંને એચડીએફસી બંધુઓ કરી રહ્યાં છે. સામે પક્ષે ITC અને ફાર્મા સામાન્ય સપોર્ટ પ્રદાન કરી રહ્યાં છે. બીએસઈમાં સમાવિષ્ટ 30 માંથી માત્ર 4 શેર જ પોઝીટીવ ઝોનમાં છે. ITC ટાટા સ્ટીલ સન ફાર્મા અને ડો રેડ્ડીને છોડીને તમામ ઈન્ડેકસના 26 શેર નેગેટીવ ઝોનમાં કારોબાર કરી રહ્યાં છે. બ્રોડર માર્કેટ તરફ નજર કરીએ તો બીએસઈ ખાતે 2172 શેર ઘટીને તો 903 શેર વધીને ટ્રેડ કરી રહ્યાં છે. 118 શેરમાં કોઈ ફેરફાર નથી જોવા મળી રહ્યો. શરૂઆતી સેશનમાં 182 શેરમાં લોઅર સર્કિટ તો 205 શેરમાં અપર સર્કિટ છે અને 67-68 શેર અનુક્રમે 52 સપ્તાહની ટોચે અને તળિયે છે. જાપાન નીકાઈ 2.3 ટકા ઘટી ગયા છે અને 109 ડોલર થયેલું ક્રૂડ ફરી વધવું શરૂ થયું છે. હોંગ કોંગમાં બજાર 2 ટકા બે કોરિયામાં 1.3 ટકા જેટલા ઘટી ગયા છે.

- Advertisement -

રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલાં યુધ્ધના કારણે ક્રૂડ ઓઇલના ભાવ રેકોર્ડબ્રેક સ્તરે પહોંચી ગયા છે. ક્રૂડ ઓઇલના ભાવ વધવાને કારણે ભારતમાં પેટ્રોલ-ડિઝલના ભાવોમાં પણ 15 થી 20 રૂપિયા જેટલો તોતિંગ વધારો ગમે ત્યારે થઇ શકે છે. પરંતુ એક ચર્ચા એવી છે કે, હાલ યુપીમાં ચૂંટણી ચાલી રહી હોય તેના કારણે ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ ભારતમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થવાની શકયતા રહેલી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular