Monday, December 23, 2024
HomeબિઝનેસStock Market Newsનિફ્ટી ફયુચર 16808 પોઈન્ટ મહત્વની સપાટી...!!!

નિફ્ટી ફયુચર 16808 પોઈન્ટ મહત્વની સપાટી…!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૮.૦૨.૨૦૨૨ ના રોજ…..

- Advertisement -

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૫૮૫૮.૫૨ સામે ૫૫૩૨૯.૪૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૪૮૩૩.૫૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૯૧.૦૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૮૮.૭૬ પોઈન્ટના ઉછાળા સાથે ૫૬૨૪૭.૨૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૬૫૬.૦૫ સામે ૧૬૫૨૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૬૩૬૬.૮૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૫૮.૧૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩૩.૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૬૭૮૯.૮૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના બીજા દિવસે ૦૧,માર્ચ મંગળવારના રોજ મહાશિવરાત્રી નિમિતે ભારતીય શેરબજારમાં ટ્રેડિંગ કામકાજ બંધ રહેનાર હતું. સપ્તાહના પ્રથમ દિવસે એટલે કે સોમવારે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ ઝડપી રશિયન સેના યુક્રેનના એક પછી એક શહેરો – પ્રમુખ મથકો કબજે કરતાં જઈ યુક્રેનની રાજધાની સુધી પહોંચી જતાં હવે યુક્રેનમાં સત્તા પલટો નક્કી બની ગયો હોઈ યુદ્વનો ટૂંકાગાળામાં જ અંત આવવાની શકયતાએ વૈશ્વિક બજારોમાં આજે પ્રત્યાઘાતી રિકવરી સાથે ભારતીય શેરબજારમાં પણ ફંડોએ નીચા મથાળે નવી લેવાલી સાથે શોર્ટ કવરિંગ કર્યું હતું. યુક્રેન સરકાર શરણાગતિ સ્વિકારે તો રશિયા યુદ્વ વિરામ કરવા તૈયાર હોવાના અહેવાલોએ શેરોમાં ખાસ મેટલ, એનર્જી, ઓઇલ, એન્ડ ગેસ, બેઝિક મટિરિયલ્સ યુટિલિટીઝ અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં શોર્ટ કવરિંગ સાથે ઘટાડે ખરીદીની તક ઝડપી હતી. આ સાથે કેપિટલ ગુડ્સ, પાવર, આઇટી અને ઈન્ડસ્ટ્રીયલ શેરોમાં વેલ્યુબાઈંગ કરતાં ભારતીય શેરબજાર શરેરાસ ૧૫૦૦ પોઈન્ટની અફડાતફડીના અંતે નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

- Advertisement -

યુક્રેન-રશિયા યુદ્વનો અપેક્ષાથી વહેલો અંત આવી જવાના સંકેત વચ્ચે મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોના શોર્ટ કવરિંગ સાથે વેલ્યુબાઈંગે બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૦૭૭ પોઈન્ટ ઉછળીને ૨૦૭૮૩.૭૫ પોઈન્ટ બંધ રહ્યો હતો. ગત સપ્તાહે ભારતીય શેરબજારના સેન્સેક્સની ટોચની ૧૦ કંપનીઓની માર્કેટ કેપમાં અંદાજીત રૂ.૩.૩૩ લાખ કરોડનો જોરદાર ઘટાડો નોંધાયો હતો. શેરબજારમાં ભારે નુકસાન વચ્ચે બીએસઇ પર નોંધાયેલી કંપનીઓની માર્કેટ કેપ સાત મહિનાના નિચલા સ્તરે રહ્યા હતા. ફેબ્રુઆરી ૨૦૨૨માં લિસ્ટેડ કંપનીઓના શેરોનુ મુલ્ય ૨.૪૯ લાખ કરોડ રહી ગયુ હતુ. જાન્યુઆરી મહિનાની વાત કરવામાં આવે તો લિસ્ટેડ કંપનીઓના  શેરોનુ મુલ્ય ૨.૬૪ લાખ કરોડ રુપિયા હતુ.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓટો, બેન્કેક્સ અને ફાઈનાન્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૯૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૩૨ અને વધનારની સંખ્યા ૨૧૧૫ રહી હતી, ૧૪૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, છેલ્લા એક મહિનામાં ક્રુડ તેલના ભાવમાં આવેલા ૨૦%થી વધુના ઉછાળાને પરિણામે આગામી નાણાં વર્ષ માટેના ભારત સરકારના રાજકોષિય ગણિત બગડી જવાનો ભય ઊભો થયો છે. રશિયાએ યુક્રેન પર આક્રમણ કરતા ક્રુડ તેલના ભાવ પ્રતિ બેરલ ૧૦૦ ડોલરની સપાટીને પાર કરી ૧૦૫ ડોલર સુધી જોવા મળ્યો હતો. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની આર્થિક શાખા દ્વારા તૈયાર કરાયેલા એક રિપોર્ટમાં ક્રુડ તેલના વધી રહેલા ભાવને કારણે આગામી નાણાં વર્ષમાં ભારત સરકારની તિજોરીમાં રૂપિયા એક ટ્રિલિયનનો ફટકો પડવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. ક્રુડ તેલના વૈશ્વિક ભાવમાં વધારો છતાં ભારત સરકારે નવેમ્બર ૨૦૨૧થી પેટ્રોલ તથા ડીઝલના રિટેલ ભાવ ફેરફાર વગરના જાળવી રાખ્યા છે. પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીને કારણે ઈંધણના ભાવમાં વધારો જાહેર કરવાથી સરકાર દૂર રહી છે. એપ્રિલ ૨૦૨૧મા ક્રુડ તેલના ભાવ જે પ્રતિ બેરલ સરેરાશ ૬૩.૪૦ ડોલર હતા તે વર્તમાન વર્ષના જાન્યુઆરીમાં વધીને ૮૪.૬૭ ડોલર આવી ગયા છે. જે ભાવમાં ૩૩.૫૦%નો વધારો દર્શાવે છે.

વેલ્યુ એેડેડ ટેકસ (વેટ)ના વર્તમાન દર તથા બ્રેન્ટ ક્રુડના પ્રતિ બેરલ ૧૦૦ થી ૧૧૦ ડોલરનો ભાવ પકડવામાં આવે તો ડીઝલ તથા પેટ્રોલના ભાવ હાલના ભાવ કરતા રૂપિયા ૯-૧૪ જેટલા ઊંચા હોવા જોઈએ. એકસાઈઝ ડયૂટીમાં ઘટાડો આગામી નાણાં વર્ષમાં ચાલુ જ રહે અને પેટ્રોલ તથા ડીઝલના વપરાશમાં ૮થી ૧૦ ટકા જેટલો વધારો થાય તો આગામી નાણાં વર્ષમાં સરકારને મહેસુલી આવકમાં રૂ.૯૫૦૦૦ કરોડથી રૂપિયા એક લાખ કરોડનો ફટકો પડી શકે છે એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. જો કે આગામી નાણાં વર્ષના બજેટની રજુઆત કરતી વેળા નાણાં પ્રધાને આવક અંદાજો અપેક્ષા કરતા નીચા મૂકયા છે, જે ઉપરની સૂચિત ઘટ સામે થોડીક રાહત આપી શકે છે.

તા.૦૨.૦૩.૨૦૨૨ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૮.૦૨.૨૦૨૨ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૬૭૯૪ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૬૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૧૬૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૬૮૦૮ પોઈન્ટ થી ૧૬૮૮૮ પોઈન્ટ ૧૬૯૦૯ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૬૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૮.૦૨.૨૦૨૨ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૬૨૬૧ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૫૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૩૫૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૬૩૦૩ પોઈન્ટ થી ૩૬૪૭૪ પોઈન્ટ, ૩૬૬૦૬ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૬૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • એસીસી લિમિટેડ ( ૨૦૮૯ ) :- સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૦૪૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૦૩૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૧૦૩ થી રૂ.૨૧૧૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૧૨૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • એસકોર્ટ્સ લિમિટેડ ( ૧૭૮૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૭૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૭૩૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૮૦૮ થી રૂ.૧૮૧૮ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • વોલ્ટાસ લિમિટેડ ( ૧૨૪૩ ) :- રૂ.૧૨૨૭ નો પ્રથમ તેમજ રૂ.૧૨૦૮ ના બીજા સપોર્ટથી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૬૩ થી રૂ.૧૨૭૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • મહાનગર ગેસ ( ૭૨૯ ) :- માર્કેટિંગ & ડિસ્ટ્રીબ્યુશન સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૪૪ થી રૂ.૭૫૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૦૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • બર્જર પેઇન્ટ ( ૬૯૧ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૭૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફર્નિચર, ફર્નિશિંગ, પેઇન્ટ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૦૭ થી રૂ.૭૧૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • અદાણી એન્ટરપ્રાઇઝ ( ૧૬૪૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટ્રેડિંગ & ડિસ્ટ્રીબ્યુશન સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૭૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૬૨૬ થી રૂ.૧૬૦૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૦૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • હેવલ્સ ઈન્ડિયા ( ૧૧૮૧ ) :- રૂ.૧૨૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૨૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૧૬૩ થી રૂ.૧૧૪૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૩૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • ટાટા કેમિકલ ( ૮૪૦ ) :- કોમોડિટી કેમિકલ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૮૬૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૮૨૮ થી રૂ.૮૧૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • ચોલામંડલમ ફાઇનાન્સ ( ૬૮૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાઈનાન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૦૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૬૭૩ થી રૂ.૬૬૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૧૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • અમરરાજા બેટરી ( ૫૬૧ ) :- રૂ.૫૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૫૮૫ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૫૩૭ થી રૂ.૫૨૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૬૦૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular