ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે રહેતા હરદાસભાઈ કારૂભાઈ ચાવડા નામના યુવાને આ જ ગામના રહીશ પબા જગા ગોજીયા, આલા માલદે ગોજીયા, અને ભીખુ આલા ગોજીયા સામે બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ અહીંના પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી હરદાસભાઈને તેમના ગામના એક આસામીની પુત્રી સાથે પ્રેમસંબંધ હોય અને તેના લગ્ન થઈ ગયેલા હોવાથી આરોપીઓએ ફરિયાદી હરદાસભાઈની વાડીએ જઈને તેમને જણાવેલ કે “તું હવે આ યુવતી સાથેનો તારો પ્રેમ સબંધ હતો તે ભૂલી જજે. નહીંતર સારાવાટ નહીં રહે. હવે પછી સંબંધ ચાલુ રાખીશ તો અમે તને તથા તારા ભાઈને જાનથી મારી નાખીશું”- તેમ ધમકી આપ્યાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે આઈપીસી કલમ 504, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધ્યો છે.