Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરચાર લાખની સહાયની માગ સાથે કોંગ્રેસની કોવિડ યાત્રા

ચાર લાખની સહાયની માગ સાથે કોંગ્રેસની કોવિડ યાત્રા

જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું : બીજી લહેરમાં કોરોનાથી થયેલા મોત માટે સરકારને જવાબદાર ગણાવી

- Advertisement -

રાજ્યમાં કોરોના મૃતકોના પરિજનોને રૂા. 4 લાખની સહાય આપવાની માગણી સાથે કોંગ્રેસે આજે જામનગર શહેર અને જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં કોવિડ ન્યાયયાત્રા યોજી હતી અને જિલ્લા કક્ષાએ કલેકટરને આવેદનપત્ર પાઠવી કોરોના મૃતકોના પરિજનોને 50 હજારને બદલે રૂા. 4 લાખની સહાય આપવા માગણી કરી છે.

- Advertisement -

કોંગ્રેસે પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, હાલના કટોકટીભર્યા સમયમાં કોવીડ-19 મહામારીમાં ગુજરાત સરકારે ગુન્હાહિત બેદરકારી અને અણઘડ વહીવટ દ્વારા કોરોનાના કપરાકાળમાં હોસ્પિટલોમાં બેડ, દવાઓ ઇન્જેક્શન, ઓક્સીજન અને વેન્ટીલેટરના અભાવે ગુજરાતના 3લાખ કરતાથી વધુ લોકોના મૃત્યુ થયા. ખાનગી હોસ્પિટલમાં મોંધી સારવારમાં લાખો રૂપિયાની ઉઘાડી લૂંટ ચલાવામાં આવી. સામાન્ય અને માધ્યમ વર્ગના પરિવારો આર્થિક પાયમાલીનો સામનો કરવો પડ્યો. પશુ અને મનુષ્ય માટે 50,000 વળતરના એક સમાન પાસ ધોરણ જાહેર કરી ભાજપ સરકારે અસંવેદનશીલ સરકાર હોવાનું પુરવાર કર્યું છે અને મૃતક પરિવારો સાથે માનવજાતનીપણ ક્રૂર મજાક કરી છે એક બાજુ સરકાર મોતના આંકડા છુપાવવાની રમત કરી સરકારી ચોપડે નોંધાયેલ મૃતકોની યાદી ગેઝેટ મારફતે પ્રસિદ્ધ કરતી નથી. મૃતકના આધાર – પુરાવા તપાસી મરણ પ્રાણપત્રમાં સુધારા કરવા જીલ્લા દીઠ નોડલ ઓફિસરની નિમણૂંક કરવામાં આવી છે પણ સરળતાથી મરણ પ્રમાણપત્ર મેળવવામાં વ્યાપક ડ્રેસન પરેશાનીનો સામનો સ્વજન ગુમાવનાર પરિવારો કરી રહ્યું છે. મરણ પ્રમાણપત્રમાં મૃત્યુનું કારણ અન્ય બીમારી લખી મૃત્યુ આંક છુપાવી રહી છે. જ્યારે સુપ્રિમ કોર્ટ લપડાક આપે ત્યારે સહાય આપે અને સરકાર મ કરે છે. ભાજપ સરકાર મૃતકોના પરિવારજનો સાથે મોટા પાયે અન્યાય કરી રહી છે. કોરોના મૃતકના પરિવારજનોને વળતર આપવાની ભાજપ સરકારની સાચી જ નિયત હોત તો ઉત્સવો અને તાયફાઓને બદલે ગ્રામ સભામાં કોવિડ મૃતકોના નામ નોંધણી કરાવી અથવા હોસ્પિટલ કે સ્મશાનમાંથી સાચા આંકડા મેળવી પરિવારજનોને આર્થિક સહાય સત્વરે આપી શકી હોત પરંતુ કોરોનામાં મૃતક થયાની સાબિતી માટે પરિવારજનોએ સરકારી કચેરીઓમાં ધક્કા ખાવા પડી રહ્યાં છે. મૃતકોના પરિવારજનોને સહાય આપવામાં વિલંબની નોંધ સુપ્રિમકોર્ટે લીધા છતાં પણ સરકારના પેટનું પાણી હલતુ નથી. કોરોના કાળમાં નાગરિકોએ પોતાના ઘર-રોજગાર ચલાવવા માટે 28 મેટ્રીક ટન જેટલું સોનુ વેચવાની ફરજ પડી હતી.
કોંગ્રેસના જિલ્લા પ્રમુખ જીવણભાઇ કુંભરવડીયા તથા શહેર પ્રમુખ દિગુભાની આગેવાની હેઠળ યોજાયેલી આ કોવિડ યાત્રામાં ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, પૂર્વ ધારાસભ્ય ડો. દિનેશ પરમાર, કોંગ્રેસ અગ્રણી ભીખુભાઇ વારોતરીયા, જામ્યુકોના વિપક્ષના નેતા આનંદ રાઠોડ, કોર્પોરેટરો જેનબ ખફી, રચના નંદાણિયા, નુરમામદ પલેજા તથા સારાહ મકવાણા, ભરત વાળા સહિતના કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો જોડાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular