કોરોનાના કેસો વધતા એક મહિનાથી શાળાઓ બંધ કરવામાં આવી હતી, ત્યારે આજથી ફરીથી ધો. 1 થી 9ના વર્ગો ઓફલાઈન શરૂ કરવામાં આવ્યા છે. કોરોનાના કેસો અત્યારે પણ આવી રહ્યા હોવાથી શાળાઓ ઓફલાઈન ફરજીયાત કરવામાં આવી નથી. જે લોકો ઓનલાઈન અભ્યાસ કરવા માંગતા હોય તેઓ માટે તે વિકલ્પ યથાવત છે.
શાળા સંચાલકો દ્વારા પણ સ્કુલની સાફ સફાઈ અને સેનેટાઈઝેશનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. ગુજરાત સરકારની 32 હજાર સહિત રાજયમાં 50 હજારથી વધુ 1 થી 9ની શાળાઓમાં છેલ્લા એક માસથી પ્રત્યક્ષ શિક્ષણ બંધ કરવામાં આવ્યુ હતુ અને 15થી 18 વર્ષના વિદ્યાર્થીઓ , તરુણોમાં કોરોના વેક્સિન બાદ સરકારે 7 ફેબ્રુઆરી એટલે કે આજથી શાળાઓ પ્રત્યક્ષ શિક્ષણ માટે ફરી શરૂ કરી છે.
ભારત સહિત ગુજરાતમાં પણ કોરોના નું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. તેવામાં શનિવારના રોજ શિક્ષણમંત્રી દ્વારા શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અને આજ થી જામનગર સહિત રાજ્યભરમાં ઓફલાઈન વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા છે.