Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયકલાકો સુધી ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરનાર યુઝર્સ માટે નવું ફીચર લોન્ચ થશે

કલાકો સુધી ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરનાર યુઝર્સ માટે નવું ફીચર લોન્ચ થશે

આજના સમયમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ ઘણો વધી ગયો છે. સોશિયલ મીડિયાના આ યુગમાં જો લોકપ્રિય એપ્સની વાત કરીએ તો ઈન્સ્ટાગ્રામ છે. વોટ્સએપની જેમ ઇન્સ્ટાગ્રામ પણ તેના યુઝર્સ માટે સમયાંતરે નવા ફીચર્સ જાહેર કરતું રહે છે. હાલમાં જ ઈન્સ્ટાગ્રામ એ એવા લોકો માટે એક ખાસ ફીચર લોન્ચ કર્યું છે જેઓ ઈન્સ્ટાગ્રામ પર વધુ સમય વિતાવે છે અને આ ફીચરનું નામ છે ‘instagram take a break’.

- Advertisement -

ઇન્સ્ટાગ્રામે ‘ટેક અ બ્રેક’ નામના ફીચરનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. આ ફીચર ખાસ કરીને એવા યુઝર્સ માટે છે જેઓ ઈન્સ્ટાગ્રામ પર જરૂર કરતાં વધુ સમય વિતાવે છે. આ ફીચરની મદદથી તેઓ પોતાના સમયને યોગ્ય રીતે મેનેજ કરી શકશે. આ ફીચર સાથે, યુઝરને ઇન્સ્ટાગ્રામ તરફથી રિમાઇન્ડર મળશે કે તેણે બ્રેક લેવો જોઈએ.

આ રીતે કામ કરશે instagram take a break ફીચર

આ એક ઓપ્ટ-ઇન કંટ્રોલ ફીચર છે એટલે કે જો તમે ઇચ્છો તો તેને તમારા માટે ઓન કરી શકો છો. આ ફીચરમાં, તમારે એક સમય અંતરાલ સેટ કરવાનો રહેશે, જે પછી તમને એપમાંથી એટલો સમય સુધી એપનો ઉપયોગ કર્યા પછી રિમાઇન્ડર મળશે કે તમારે બ્રેક લેવો જોઈએ. ઇન્સ્ટાગ્રામનું આ instagram take a break ફીચર, જે હાલમાં ટેસ્ટિંગ તબક્કામાં છે. આ ફીચરને સારો પ્રતિસાદ મળશે કારણ કે યુઝર્સને આ ફીચરની ક્યાંક જરૂર હતી તેવું કંપનીનું માનવું છે.

- Advertisement -

ભારતમાં ટેક અ બ્રેક ‘વી ધ યંગ’ (@wetheyoungindia) ની સાથે. ટેક અ બ્રેકનો પ્રચાર કરવામાં આવશે. આ ઝુંબેશ એક મહિના સુધી ચાલશે અને યુવાનો આ સુવિધાનો ઉપયોગ કરી શકે તેવી પરિસ્થિતિઓને હાઇલાઇટ કરવામાં આવશે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular