Wednesday, December 25, 2024
Homeરાજ્યગુજરાતસાબરમતી નદીમાં યુવકે આપઘાત કરવા કુદકો માર્યો અને... જુઓ VIDEO

સાબરમતી નદીમાં યુવકે આપઘાત કરવા કુદકો માર્યો અને… જુઓ VIDEO

- Advertisement -

અમદાવાદની સાબરમતી નદીમાં કુદીને આપઘાત કરવાના અનેક બનાવો સામે આવતા હોય છે. ગઈકાલે જ આવી ઘટના સામે આવી હતી ત્યારે આજે ફરી એક વખત બપોરના સમયે સાબરમતી નદીના ગાંધીબ્રિજ પરથી એક યુવકે રેલિંગ ક્રોસ કરી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આસપાસના લોકોએ તેને ખેંચી લીધો અને ફાયરને જાણ કરતાં રેસ્ક્યુ કરીને તેને બચાવી લેવામાં આવ્યો છે.

- Advertisement -

આજે બપોરના બે વાગ્યાના સમય આસપાસ ગાંધીબ્રીજ પર બનાવેલ રેલીગ ક્રોસ કરીને એક યુવક કોઈ કારણસર આત્મહત્યા કરવા જઇ રહ્યો હતો. પરંતુ યુવકને રેલીંગ ક્રોસ કરતાં જોઈ આસપાસના લોકો એકઠા થઇ ગયા અને યુવકને ઝાડીમાંથી પકડી રાખ્યો હતો. બાદમાં ફાયરને જાણ કરવામાં આવતા ફાયરના જવાનોએ તેને સમજાવીને તેના કમરે દોરડું બાંધ્યું હતું. અને યુવકને બચાવી લેવામાં આવ્યો હતો.ગઈકાલે પણ એક યુવકે  માનસિક સ્થિતિ ખરાબ હોવાને અને આર્થિક સંકડામણને કારણે આપઘાતનો પ્રયાસ કરતાં ફાયરની ટીમે તેને બચાવી લીધો હતો. s

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular