મધ્યપ્રદેશના ભોપાલ માંથી એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. આ ઘટના ભોપાલના અશોકા ગાર્ડન વિસ્તારના એકતાપુરી કોલોનીની છે. અહીં રહેતા ફોટોગ્રાફર અક્ષત સિંહના 10 વર્ષના પુત્ર રૂદ્રાક્ષે ગળા ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. અક્ષત સિંહ સવારે ડ્યુટી પર ગયા હતા, જ્યારે તેની પત્ની સ્નેહલતા અને 16 વર્ષની દીકરી પણ ઘરે ન હતી. સાંજે રુદ્રાક્ષે પિતાને ફોન કરીને માતા વિશે પૂછ્યું, પછી માતાને ફોન કરીને કહ્યું કે મારા માટે કંઇક જમવાનું લઇ આવજે અને માતા જમવાનું લઇને ઘરે પહોચી તો તેના પુત્રએ ગળાફાંસો ખાઈ લીધો હતો.
આ સમગ્ર મામલામાં રડતા રડતા પિતા અક્ષત સિંહે બધાને હાથ જોડીને કહ્યું કે હું તમને લોકોને વિનંતી કરું છું કે તમારા બાળકોને ક્યારેય ઘરમાં એકલા ન છોડો. કારણ કે બાળકો ઘરમાં ટીવી પર ક્રાઈમ સિરિયલ જોઈને અવનવા પ્રયોગો કરવા લાગે છે. પરિણામે, તેઓ આવા જોખમી પગલાં ભરે છે. તેથી જ હું નથી ઈચ્છતો કે મે જે ભૂલ કરી છે તે કરો. જોકે, તેણે એમ પણ કહ્યું કે તેનો પુત્ર મોબાઈલમાં કોઈ ગેમ રમ્યો નથી. તે મોબાઈલનો ઉપયોગ માત્ર ઓનલાઈન ક્લાસ માટે જ કરતો હતો. પરંતુ તેણે આવું શા માટે કર્યું તે મને સમજાતું નથી. કદાચ તેણે ક્રાઈમ સિરિયલ જોઈ હશે અને રમત-ગમતમાં પણ આવું જ કરવાનું શરૂ કર્યું હશે.
બાળકે પંખામાં લટકીને આત્મહત્યા કરી હતી. તેણે બેડની ઉપર લગભગ દોઢ ફૂટ ઊંચુ ટેબલ મૂક્યું. ટેબલ પર ચડીને તેણે પંખામાં માતાના દુપટ્ટા વડે આપઘાત કરી લીધો હતો.