જામનગર તાલુકાના ચેલા ગામ નજીકથી પૂરઝડપે બેફીકરાઈથી આવતી અલ્ટો કારના ચાલકે રસ્તો ઓળંગતા યુવાનને ઠોકર મારી હડફેેટે લેતા શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ચાલક નાશી ગયો હતો.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના ચેલા ગામ નજીક સોમવારે સવારના સમયે પૂરઝડપે બેફીરાઈથી આવતી જીજે-01-આરએન-2961 નંબરની સીલ્વર કલરની અલ્ટો કારના ચાલકે સોમનાથ સોસાયટી સામે રસ્તો ઓળંગતા રાજેશભાઇ નામના યુવાનને ઠોકર મારી હડફેટે લેતા શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ચાલક નાશી ગયો હતો. આ અંગેની મનોજભાઈ પરમાર દ્વારા જાણ કરાતા પીએસઆઈ સી.એમ. કાંટેલિયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી કારના નંબરના આધારે ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.


