રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૭.૦૧.૨૦૨૨ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૧૨૨૩.૦૩ સામે ૬૧૨૧૯.૬૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૧૧૦૭.૬૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૭૭.૮૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૫.૮૮ પોઈન્ટના ઉછાળા સાથે ૬૧૩૦૮.૯૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૨૯૫.૦૦ સામે ૧૮૨૪૮.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૨૩૪.૫૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૫.૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૪.૯૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૩૩૯.૯૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત સાવચેતીએ થઈ હતી. વિવિધ સાનુકૂળ / પ્રતિકૂળ પરિબળો પાછળ શેરબજારમાં વોલેટાલીટી જારી રહેવા છતાં પણ ગત સપ્તાહે બીએસઇ સેન્સેક્સમાં અંદાજીત ૨% સુધારો નોંધાયો હતો, તેની સામે પસંદગીના સ્મોલકેપ શેરોમાં ૪૭% સુધીના સુધારા નોંધાયા હતા. ઓમિક્રોનનું સંક્રમણ વધવા છતાં તે ઝડપથી કાબૂમાં આવી જવાના તેમજ હોસ્પિટલાઇઝેશન રેશિયો નીચો રહેવાના કારણે અહેવાલોની બજાર પર સાનુકૂળ અસર હતી. આ ઉપરાંત રિઝર્વ બેંક દ્વારા વ્યાજદર વધારવા પર બ્રેક માર્યાના અહેવાલોની બજાર પર પોઝીટીવ અસર થઈ હતી. આ ઉપરાંત કોર્પોરેટ પરિણામોની સીઝન સાનુકૂળ રહેવાના અહેવાલે આજે બે તરફી અફડાતફડીના અંતે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
ગત સપ્તાહે બીએસઇ સેન્સેક્સ ૨.૪૭% એટલે કે ૧૪૭૮.૩૮ પોઇન્ટ વધ્યો હતો. જ્યારે નિફ્ટી ફ્યુચર ૨.૪૮% એટલે કે ૪૪૩ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. જ્યારે બીએસઇ મિડકેપ ૨% અને સ્મોલકેપ ૩% વધ્યા હતા. સેન્સેક્સ / નિફ્ટીની બીજી તરફ આ સમય દરમિયાન ૧૦૦ જેટલા પસંદગીના શેરોમાં ૧૦ થી ૪૭%ના ઉછાળા નોંધાયા હતા. તો બીજી તરફ પ્રતિકૂળ અહેવાલો પાછળ ૧૦ થી વધુ શેરો ૮ થી ૨૫% સુધી તૂટયા હતા. સૂચિત સમયમાં બીએસઇ મિડકેપ ઇન્ડેક્સમાં સામેલ પસંદગીના શેરો ૭ થી ૧૬% વધ્યા હતા. જ્યારે બીએસઇ – ૫૦૦ ઇન્ડેક્સના પસંદગીના શેરો ૧૫ થી ૩૧% સુધી વધ્યા હતા. આગામી દિવસોમાં પણ સ્થાનિક ફંડોની સતત લેવાલી અને વિદેશી ફંડોની પણ ફરી લેવાલીએ ભારતીય શેરબજારમાં તેજી જોવા મળે તેવી શક્યતા જોવાઈ રહી છે.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર હેલ્થકેર, બેન્કક્સ અને ફાઈનાન્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૩૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૦૮ અને વધનારની સંખ્યા ૨૨૯૭ રહી હતી, ૧૩૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૦૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭૫૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, આગામી દિવસોમાં રાજયોની આવી રહેલી ચૂંટણીઓ અને કેન્દ્રિય બજેટની તૈયારી સાથે કેન્દ્ર સરકાર માટે સૌથી મોટું ટાસ્ક એલઆઈસી ઓફ ઈન્ડિયાના ઐતિહાસિક – મેગા આઈપીઓને પાર પાડવાનું છે. ચાલુ વર્ષમાં એલઆઈસીના આઈપીઓને લાવીને સરકાર મેગા ડિસઈન્વેસ્ટમેન્ટ કરીને મહત્વની સિદ્વિ હાંસલ કરવા માગે છે. જેથી શકય છે કે આ મેગા ટાસ્કને લઈ સરકાર પણ નહીં ઈચ્છે કે નાના – મધ્યમ કરેકશન સિવાય બજારનું સેન્ટીમેન્ટ ખરાબ થાય. આ સમયે કોરોના મહામારી સાથે બીજું નેગેટીવ પરિબળ ફુગાવો – મોંઘવારીનું હોવા છતાં સેન્ટીમેન્ટ ખરાબ ન થાય એ માટે હાલ તુરત વ્યાજ દરમાં વધારો મોકૂફ રાખીને સિસ્ટમ, બજારોમાં નાણા પ્રવાહિતા કાયમ રાખવાનું સરકાર ઈચ્છશે. વૈશ્વિક મોરચે પણ અમેરિકા, યુરોપના દેશોમાં હાલ તુરત બોન્ડ ટેપરીંગ, સ્ટીમ્યુલસ પર કાપ નહીં લાગુ કરીને સ્ટીમ્યુલસ પેકેજ હાલ તુરત જાળવી રાખશે.
આ પરિબળો વચ્ચે આગામી દિવસોમાં બજારમાં અફડાતફડી વચ્ચે તેજીનું સેન્ટીમેન્ટ કાયમ રહેવાની શકયતા છે. ઉપરાંત પ્રમુખ જાહેર થનારા કોર્પોરેટ પરિણામોમાં અલ્ટ્રાટેક સિમેન્ટ, એલ એન્ડ ટી ટેકનોલોજી સર્વિસિઝ, બજાજ ઓટો અને લાર્સન એન્ડ ટુબ્રો, બજાજ ફિનસર્વ, હિન્દુસ્તાન યુનિલિવર, એશીયન પેઈન્ટસ, બજાજ હોલ્ડિંગ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને એચડીએફસી લાઈફ ઈન્સ્યોરન્સના જાહેર થનારા પરિણામોની સીઝનમાં રોકાણકારોનું આકર્ષણ જળવાઈ રહેવાની શકયતા છે.
તા.૧૮.૦૧.૨૦૨૨ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….
તા.૧૭.૦૧.૨૦૨૨ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૮૩૩૯ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૮૪૦૪ પોઈન્ટના પ્રથમ અને ૧૮૪૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૮૨૮૮ પોઈન્ટ થી ૧૮૨૩૨ પોઈન્ટ ૧૮૨૦૨ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૮૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
તા.૧૭.૦૧.૨૦૨૨ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૩૮૩૬૧ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૮૫૦૫ પોઈન્ટના પ્રથમ અને ૩૮૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૮૨૭૨ પોઈન્ટ થી ૩૮૧૮૮ પોઈન્ટ, ૩૮૦૮૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૮૬૭૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..
- કોટક બેન્ક ( ૧૯૪૧ ) :- કોટક ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૯૧૯ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૮૯૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૫૭ થી રૂ.૧૯૬૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૯૭૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
- રામકો સિમેન્ટ ( ૧૦૨૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૦૦૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૯૯૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૦૪૪ થી રૂ.૧૦૫૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
- સિપ્લા લિમિટેડ ( ૯૧૪ ) :- રૂ.૮૯૮ નો પ્રથમ તેમજ રૂ.૮૮૦ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૩૩ થી રૂ.૯4૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
- સન ફાર્મા ( ૮૫૮ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૮૭૩ થી રૂ.૮૮૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૮૩૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ભારતી એરટેલ ( ૭૨૮ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૧૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટેલિકોમ સર્વિસ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૩૪ થી રૂ.૭૪૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- ઇન્ફોસિસ લિમિટેડ ( ૧૯૩૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૬૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ. ૧૯૧૯ થી રૂ.૧૯૦૯ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૦૯ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- મુથૂત ફાઈનાન્સ ( ૧૫૦૩ ) :- રૂ.૧૫૧૯ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૫૩૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૪૮૮ થી રૂ.૧૪૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૪૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
- ટાટા સ્ટીલ ( ૧૨૩૧ ) :- આયર્ન & સ્ટીલ/ઇન્ટરમ. પ્રોડક્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૬૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૧૭ થી રૂ.૧૨૦૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
- મહિન્દ્રા & મહિન્દ્રા ( ૮૯૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કાર & યુટીલીટી વિહિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૯૧૯ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૮૮૪ થી રૂ.૮૭૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૯૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- અદાણી પોર્ટ ( ૭૮૦ ) :- રૂ.૭૯૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૮૦૮ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૭૬૭ થી રૂ.૭૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )