Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયકોરોના મહામારી કે સામાન્ય ફ્લૂ ?

કોરોના મહામારી કે સામાન્ય ફ્લૂ ?

બે ભાગમાં વહેંચાવા લાગ્યા વિશ્વના દેશો : યુરોપિયન દેશો હવે કોરોનાને મહામારી માનવા તૈયાર નથી : એક પછી એક દેશો દૂર કરવા લાગ્યા પ્રતિબંધો : વૈશ્વિક સંસ્થાઓના પ્રતિબંધો અંગેના નિવેદનો જુદા-જુદા : દક્ષિણ આફ્રિકાએ કહ્યું અમે અમારા નિયમો જ પાળશું : ભારત હજુ કરી રહ્યું છે WHOની ગાઇડલાઇનનું અનુકરણ

- Advertisement -

એકતરફ કોરોનાને લઇને વિશ્ર્વ આરોગ્ય સંસ્થા સતત ચેતવણી આપી રહી છે. તો બીજી તરફ કેટલાક દેશો ખાસ કરીને યુરોપિયન દેશો આરોગ્ય સંસ્થાની ચેતવણી અને ગાઇડલાઇનનો ઉલાળિયો કરવાના મૂડમાં જણાઇ રહી છે.કોરોના સંક્રમણ અને તેને સંબંધિત પ્રતિબંધોથી મોટાભાગના દેશો હવે થાકી ગયા હોય તેવું જણાઇ રહ્યું છે. એટલું જ નહીં યુરોપિયન દેશો હવે કોરોનાની મહામારીને મહામારી ગણવા તૈયાર નથી. કોરોના હવે માત્ર સામાન્ય ફલૂ બનીને રહી ગયો હોય તેવું સંખ્યાબંધ દેશો માની રહયા છે અને તેમ માનીને જ પોતપોતાના દેશમાંથી માસ્ક સહિતના પ્રતિબંધો દુર કરવા લાગ્યા છે. યુરોપના દેશો સ્પેન, આર્યલેન્ડ, ડેન્માર્ક વગેરેએ તો કોરોના નિયંત્રણો દુર કરવાની જાહેરાત કરી દીધી છે. તો જયાંથી ઓમિક્રોનનો ઉદભવ થયો તે દક્ષિણ આફ્રિકામાં હવે કોરોના હળવો થઇ ગયો હોય તેમણે પણ પ્રતિબંધો ઉઠાવી લીધા છે.

- Advertisement -

એટલું જ નહીં દક્ષિણ આફ્રિકાએ ત્યાં સુધી કહ્યું છે કે, વિશ્વ આરોગ્ય સંસ્થા અને અન્ય દેશોનું અનુકરણ કરવાને બદલે તેઓ પોતાના નિયમો જ બનાવશે અને પાળશે. હાલ વિશ્વમાં લાખો સંખ્યામાં કોરોનાના નવા કેસ આવી રહ્યા છે પરંતુ તેની ગંભીરતા ઓછી હોવાને કારણે હોસ્પિટલાઇઝેશનનું પ્રમાણ ઓછું છે જેને કારણે અનેક દેશો હવે આ મહામારીને સામાન્ય ફલૂ માની રહ્યા છે અને પ્રતિબંધો હટાવી રહયા છે. બીજી તરફ ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની અસર જોવા મળી રહી છે. કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ આ લહેરને ઘાતકતા બીજી લહેર જેટલી જોવા મળી નથી. તેમજ વેન્ટીલેટર સુધી પહોંચનાર દર્દીઓની સંખ્યા પણ ખૂબ ઓછી છે. જેને કારણે સરકાર રાહત તો અનુભવી રહી છે. પરંતુ નિયંત્રણોમાં ઢીલ દેવાના મૂડમાં જણાતી નથી. ભારત હજુ પણ વિશ્ર્વ આરોગ્ય સંસ્થાની ગાઇડલાઇન અને નિયમોને અનુસરી રહ્યું છે. જયારે વિશ્વ આરોગ્ય સંસ્થા સતત જણાવી રહી છે કે, વિશ્ર્વએ કોરોનાને સામાન્ય ફલૂ સમજવાની ભૂલ કરવી ન જોઇએ. આ મુદ્દે હવે આરોગ્ય સંસ્થા અને વિશ્વના કેટલાક દેશો સામસામે આવી ગયા હોય તેમ જણાઇ રહયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular