આઈ શ્રી મોગલ ધામ મંદિર- ભીમરાણા ખાતે દર માસની સુદ તેરસ નાં રોજ ટ્રસ્ટ દ્વારા માતાજી નો યજ્ઞ થાય છે. મોગલ ધામ ટ્રસ્ટ દ્વારા ચાલતા અન્નક્ષેત્ર નાં રસોયા ગગુભાઈ તથા કુવરબેન ગઢવી પરિવારે આ સેવા નો લાભ લીધો હતો.
જેમાં ટ્રસ્ટ ના અગ્રણી દેવુભા વાઢેર, ગંભીરદાન ગઢવી તથા ધારાભાઈ ગઢવી અને મીઠાપુર પોલીસ સ્ટેશન પી. આઈ. જી. આર. ગઢવી ઉપસ્થિત રહ્યા હતા.