ભારતીય શેરબજારમાં સળંગ ચાર દિવસની તેજીને આજે બ્રેક લાગી છે. સળંગ તેજી બાદ આવેલાં પ્રોફિટ બુકિંગને કારણે સેન્સેકસ અને નિફટીમાં આજે ખુલતાવેત જ કડાકો બોલી ગયો હતો. સેન્સેકસ 900 અંક સુધી જયારે નિફટી 250 અંક સુધી ગબડી ગયા હતા. ફેડરલ રીઝર્વ અને કોરોનાના કેસને કારણે બજાર તૂટયુ હોવાનું માનવામાં આવે છે. બજારને ડર છે કે ફેડરલ રીઝર્વ અનુમાન પહેલા વ્યાજ દર વધારવાનું શરૂ કરી શકે છે. અમેરિકાની બજારો પણ ગઈકાલે તૂટી હતી. આજે એશિયાના બજારોમાં પણ તૂટયા અને તેની અસર ભારતીય શેરબજાર ઉપર જોવા મળી છે. ગઇકાલે 60,000નું લેવલ પાર કરી ગયેલો સેન્સેકસ ફરી નીચે આવી ગયો હતો. જયારે નિફટી પણ 18,000ના લેવલને આંબવા આવ્યો હતો. બેન્ક અને આઇટી સેકટરમાં આજે ભારે પ્રોફિટ બુકિંગ જોવાયું હતું.