દેશમાં કોરોનાના વધતા કેસોને લઈને કેન્દ્ર સરકારે સાવચેતીના ભાગરૂપે અવર સચીવથી નીચેના સ્તરના પોતાના 50 ટકા કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ ઘેર રહીને કામ કરવાની અનુમતી આપી છે.
કાર્મિક મંત્રાલય તરફથી સોમવારે તેના માટે આદેશ જાહેર કરાયા છે, જે 31 જાન્યુઆરી સુધી લાગુ રહેશે, જે અનુસાર દિવ્યાંગ અને ગર્ભવતી મહિલા સ્ટાફને ઓફિસે આવવામાં મુક્તિ અપાઈ છે. કેન્દ્ર સરકારના અધિકારીઓ અને દરેક સ્ટાફને અલગ-અલગ ટાઈમ ટેબલ અનુસાર ઓફિસે આવવું પડશે. તેના માટે સંબંધીત વિભાગે રોસ્ટર તૈયાર કરવા પડશે. જેથી ઓફિસમાં મોટી સંખ્યામાં લોકો એકત્રીત ન થાય અને કામ પણ વ્યવસ્થિત રીતે ચાલુ રહે. જયારે અવર સચીવ (અન્ડર સેક્રેટરી) અને તેની ઉપરના બધા અધિકારીઓએ નિયમિત રીતે ઓફિસે જવું પડશે. જયારે ઘેરથી કામ કરી રહેલા સ્ટાફે અને અધિકારીઓએ ટેલીફોન અને અન્ય ઈલેકટ્રોનીક સાધનોના માધ્યમથી હંમેશા ઉપલબ્ધ રહેવું પડશે.
મીટીંગ માટે વીડીયો કોન્ફરન્સીંગથી ઉપલબ્ધ રહેવાનું કહેવામાં આવ્યું છે અને કામ પણ વ્યવસ્થિત રીતે ચાલુ રહે. જયારે અવર સચીવ (અન્ડર સેક્રેટરી) અને તેની ઉપરના બધા અધિકારીઓએ નિયમિત રીતે ઓફિસે જવું પડશે. જયારે ઘેરથી કામ કરી રહેલા સ્ટાફે અને અધિકારીઓએ ટેલિફોન અને અન્ય ઈલેકટ્રોનીક સાધનોના માધ્યમથી હંમેશા ઉપલબ્ધ રહેવું પડશે. મીટીંગ માટે વીડીયો કોન્ફરન્સીંગથી ઉપલબ્ધ રહેવાનું કહેવામાં આવ્યું છે. કેન્દ્ર દ્વારા સોમવારથી જ 31મી જાન્યુઆરી સુધી બાયોમેટ્રીક હાજરીની વ્યવસ્થા બંધ કરાઈ છે.