- Advertisement -
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા આશરે છએક માસથી કોરોનાના નવા કેસમાં વિરામ રહ્યા બાદ છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના અન્ય જિલ્લાઓ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ કોરોના નવા કેસ નોંધાઈ રહ્યા છે. રવિવારે જિલ્લાના દ્વારકા તથા ખંભાળિયા તાલુકામાં નોંધાયેલા કુલ પાંચ નવા કેસ બાદ ગઈકાલે સોમવારે પણ સરકારી ચોપડે વધુ એક કેસ નોંધાયો છે. જેમાં દ્વારકાની જલારામ સોસાયટી વિસ્તારમાં એક કોરોના સંક્રમિત સામે આવ્યા છે.
ગઈકાલે આરોગ્ય વિભાગ દ્વારા ખંભાળિયા તાલુકામાં 363, ભાણવડ તાલુકામાં 289, દ્વારકા તાલુકામાં 219 અને કલ્યાણપુર તાલુકામાં 175 મળી કુલ 1046 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે દ્વારકાના એક દર્દીને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે.
છેલ્લા કેટલાક દિવસોથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ કોરોનાના નોંધાતા નવા કેસથી લોકો ચિંતિત બન્યા છે.
- Advertisement -