જોડિયા તાલુકાના મોરાણા ગામના પાટીયા નજીક ડ્રાઈવિંગ કરતા મધ્યપ્રદેશના વતની રામકુમાર કાડોરીલાલ મહેશ (ઉ.વ.41) નામના યુવાનની રવિવારે મધ્યરાત્રિના સમયે જમ્યા પછી પેટમાં દુ:ખાવો અને બળતરા થવાથી સારવાર માટે ધ્રોલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી સારવાર બાદ ઘરે પરત ફર્યો હતો અને તેના ઘરે નિંદ્રાધિન થયા પછી બેશુદ્ધ હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની લતિફ ખાન દ્વારા જાણ કરાતા હેકો એમ.ડી. શિયાળ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકના પરિવારજનોને જાણ કરી આગળની તપાસ હાથ ધરી હતી.