જામનગર સહીત રાજ્યભરમાં વિવિધ સ્થળો પર ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1/2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની પરીક્ષા નું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયા બાદ પરીક્ષા રદ કરાયાનો મુદ્દો હજુ ગાજે જ છે ત્યારે આજરોજ લેવાયેલી GPSC ની પરીક્ષામાં કોઈ ગેરરીતી ના થાય તે માટે પુરતી તકેદારી રાખવામાં આવી રહી છે. દરેક પરીક્ષા ખંડમાં સીસીટીવી કેમેરા અને પોલીસ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ કોરોના મહામારી ને ધ્યાને લઇ ઉમેદવારોને કોરોનાની સરકારી ગાઈડ લાઈન ના પાલન સાથે પ્રવેશ આપવામાં આવ્યો હતો. વર્ગ એક અને બે ની અગલ અલગ જગ્યાઓ માટે આજે જામનગરમાં ૧૬ બિલ્ડીંગમાં 3000થી વધુ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. સવાર અને બપોર બાદ એમ બે તબક્કામાં ઉમેદવારો બે પેપરની પરીક્ષા આપશે.