Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરબ્લેકલીસ્ટ કરવા વિપક્ષની માગણી સામે રાજારામ કંપનીને ટર્મિનેટ કરવામાં આવી

બ્લેકલીસ્ટ કરવા વિપક્ષની માગણી સામે રાજારામ કંપનીને ટર્મિનેટ કરવામાં આવી

ભ્રષ્ટાચારના આરોપથી ઘેરાયેલી પેઢી પાસેથી કામ આંચકી લેવાયું : જો કે, વોટર વર્કસ વિભાગનું એક કામ હજૂ આ પેઢી કરે જ છે

- Advertisement -

જામનગર શહેરમાં ગીચ વિસ્તારોમાં સિવર કલેકશન પાઇપલાઇન નેટવર્કનું તેમજ ભૂગર્ભ ગટરનું કામ કરતી એજન્સી રાજારામ ક્ધસ્ટ્રકશનને ભ્ર્રષ્ટાચાર અને નબળા કામ સંદર્ભે ટર્મિનેટ કરવામાં આવી છે. વિપક્ષી નેતા અલ્તાફ ખફી સહિતના સભ્યો દ્વારા આ એજન્સી સામે વિજીલન્સ તપાસ યોજી બ્લેક લિસ્ટ કરવાની માગણી કરવામાં આવી હતી. પરંતુ હાલ તુરંત એજન્સીને ભૂગર્ભ ગટરના કામથી માત્ર ટર્મિનેટ (દૂર) કરવામાં આવી છે. અલબત્ત વોટર વર્કસ વિભાગમાં અન્ય એક કામ આ એજન્સી દ્વારા કરવામાં આવી રહ્યું છે.

- Advertisement -

જામનગર શહેરમાં ભૂગર્ભ ગટરને નબળા કામ અને ભ્રષ્ટાચાર આચરવા અંગે રાજારામ ક્ધસ્ટ્રકશન નામની એજન્સી સામે વિપક્ષ દ્વારા સામાન્ય સભામાં ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. તેમજ કમિશનરને લેખિત રજૂઆત કરી આ એજન્સી સામે તપાસ યોજી તેને બ્લેક લીસ્ટ કરવાની માગણી કરવામાં આવી હતી. વિપક્ષોની રજૂઆત બાદ જામ્યુકોના ઇજનેરો દ્વારા એજન્સી મારફત થયેલા કામોનું વેરિફીકેશન કરવામાં આવ્યું હતું. જેમાં અધુરા અને બંધ કામો તુરંત ચાલુ કરવા તેમજ જરુરી સુધારા-વધારા કરવા એજન્સીને શો-કોઝ નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં કંપનીએ બંધ કામો ચાલુ નહીં કરતાં સીટી ઇજનેર દ્વારા રાજારામ ક્ધસ્ટ્રકશનને ભૂગર્ભ ગટરના કામમાંથી ટર્મિનેટ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જો કે, વિપક્ષની માગણી મુજબ હજૂ આ પેઢીને બ્લેક લીસ્ટ કરવામાં આવી નથી.

આમ, ઘણા લાંબા સમયથી ભૂગર્ભ ગટરના ભ્રષ્ટાચાર મામલે આંદોલન અને લડત ચલાવી રહેલા વિપક્ષને સફળતા મળી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular