Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયઇંધણ સસ્તુ કરવા ઇથેનોલ પરનો જીએસટી દર ઘટાડાયો

ઇંધણ સસ્તુ કરવા ઇથેનોલ પરનો જીએસટી દર ઘટાડાયો

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લાગેલી આગ ઠારવા માટે મોદી સરકારે નિર્ણય લીધો છે. સરકારે ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ પ્રોગ્રામ હેઠળ ઈથેનોલ પર જીએસટી રેટને 18 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યો છે, ઉલ્લેખનિય છે કે પેટ્રોલમાં ઈથેનોલ ભેળવવામાં આવે છે. સરકારના ઈથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ પ્રોગ્રામ હેઠળ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલમાં 10 ટકા ઈથેનોલ ભેળવીને વેચે છે. આ પ્રોગ્રામ આંદોમાન અને નિકોબારને બાદ કરતા સમગ્ર ભારતભરમાં લાગુ પડાયો છે. પહેલા કેન્દ્ર સરકારે ઈથેનોલ પર 18 ટકા જીએસટી વસૂલતી હતી પરંતુ હવે તેની પરના જીએસટીને 5 ટકા કરી દેવાયો છે આ રીતે 13 ટકાનો ઘટાડો થયો છે. ઈથેનોલ પરનો જીએસટી ઘટતા તે સસ્તું થશે અને આ રીતે સસ્તુ ઈથેનોલ મિક્સ કરવામાં આવતા પેટ્રોલના ભાવ આપોઆપ ઘટી જશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular