જેસીઆઇ ઈન્ડિયા દ્વારા 2022 ના ઓફિસરો માટે ઓફિસર ટે્રનિંગ સેમિનાર બેંગ્લોર ખાતે યોજવા જઈ રહ્યો છે. જેમાં ભાગ લેવા ઝોન 7 ના ઝોન પ્રેસિડેન્ટ તેમજ જેસીઆઈ જામનગરના પાસ્ટ પ્રેસિડેન્ટ જેસી સમીર જોશી તથા ઝોન વાઈસ પ્રેસિડેન્ટ જઇ રહ્યાં હોઇ તેઓને જેસીઆઈ જામનગર પરિવાર તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
આ તકે જેસીઆઈ જામનગરના પ્રમુખ જે.એફ.એમ.એમલ. કૃણાલ સોની, સંસ્થાના પાસ્ટ પ્રેસિડેન્ટ જેસી હેમાંશુભાઈ જેઠવા, જેસી મનિષભાઈ રાયઠઠ્ઠા તેમજ જેસીઆઇ જામનગરના ઝોન પ્રમુખ જેસીઆઈ સેનેટર હિતુલભાઈ કારિયા તેમજ તેજસ રાઠોડ, ખીલના પાટલિયા, ભાવિન જડિયા, હુઝેફા હઝુરી, અંકિત વોરા વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.