Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતગુજરાત સરકાર કોરોના મૃત્યુ વળતરનો પ્રચાર રેડિયો પર કરે છે ! :...

ગુજરાત સરકાર કોરોના મૃત્યુ વળતરનો પ્રચાર રેડિયો પર કરે છે ! : સુપ્રિમે કહ્યું, અત્યારે રેડિયો કોણ સાંભળે છે?

સુપ્રિમકોર્ટની ટિપ્પણી બાદ રાજય સરકારે આજે અખબારોમાં જાહેરાત પ્રસિધ્ધ કરાવી

- Advertisement -

કોરોના મૃત્યુ સહાયના પ્રચાર-પ્રસારને લઇને સુપ્રિમકોર્ટે ગુજરાત સરકારને આડે હાથ લીધી છે. વળતર ચૂકવણીમાં થઇ રહેલાં વિલંબને લઇને કરવામાં આવેલી એક અરજીની સુનાવણી દરમ્યાન ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, અમે રેડિયો મારફત સહાય અંગેની વિગતોનો પ્રચાર કરીએ છીએ. જે સામે સુપ્રિમકોર્ટે સવાલ કર્યો હતો કે, આજે રેડિયો કોણ સાંભળે છે ? સુપ્રિમકોર્ટની આ ટિપ્પણી બાદ હરકતમાં આવેલી રાજય સરકારે આજે સ્થાનિક ભાષાન અખબારોમાં વળતર અંગેની જાહેરાત પ્રસિધ્ધ કરી છે.

- Advertisement -

ગુજરાતે સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે રાજયમાં કોરોના વાયરસ રોગચાળાને કારણે 10,000 વધુ મૃત્યુ થયા છે. રાજયમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં મૃત્યુઆંક 10,098 હતો, જે સુધર્યા બાદ વધીને 19,964 થયો છે. જેના કારણે સમગ્ર દેશમાં કોરોનાને કારણે મૃત્યુ પામનારની સંખ્યામાં બે ટકાનો વધારો થયો છે. અત્યાર સુધીમાં ભારતમાં કોવિડ-19થી મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા 4.85 લાખ પર પહોંચી ગઈ છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા 10,098 છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન, ગુજરાત સરકારે જણાવ્યું હતું કે 50,000 રૂપિયાના વળતર માટે 34,678 અરજીઓ મળી હતી,

- Advertisement -

જેમાંથી સરકારે 19,964 અરજીઓને માન્ય ગણીને વળતરની રકમનું વિતરણ કર્યું છે. ગુજરાત સરકાર પર ભૂતકાળમાં કોરોનાને કારણે થયેલા મૃત્યુની સંખ્યા ઓછી દર્શાવવાનો પણ આરોપ છે. જો કે રાજયની ભાજપ સરકાર વિપક્ષના આ આરોપોને નકારી રહી છે. બે ન્યાયાધીશોની બેન્ચે કોરોના વાયરસના કારણે થયેલા મૃત્યુમાં વળતરની ચુકવણીમાં વિલંબ માટે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી. આ દરમિયાન ગુજરાત સરકારે કહ્યું કે તે ઓલ ઈન્ડિયા રેડિયો અને સ્થાનિક રેડિયો સ્ટેશનનો માધ્યમ તરીકે ઉપયોગ કરી રહી છે. જેના પર કોર્ટે કહ્યું કે, રેડિયો કોણ સાંભળે છે.કોર્ટે કહ્યું, ’સ્થાનિક અખબારોમાં કોઈ જાહેરાત કેમ નથી? તમે સામાન્ય માણસને કેવી રીતે કહેશો? તેઓ 50,000 રૂપિયાની રાહ જોઈ રહ્યા છે. તમામ અખબારો, દૂરદર્શન અને સ્થાનિક ચેનલોમાં સંપૂર્ણ વિગતો સાથે જાહેરાતો આપવી જોઈએ. મહારાષ્ટ્ર અને ગુજરાતે કોરોનાને કારણે થયેલા મૃત્યુના વળતરના મામલે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે. અન્ય રાજયો વતી હજુ સુધી એફિડેવિટ દાખલ કરવામાં આવી નથી.’ સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે મહારાષ્ટ્રમાં જયાં કોરોનાનો સૌથી વધુ કહેર છે, ત્યાં માત્ર 8 હજાર લોકોને વળતર આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જયારે 87 હજારથી વધુ અરજીઓ મળી છે. સુપ્રીમ કોર્ટે રાજય સરકારને વળતરની પ્રક્રિયા ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular