અમેરિકાના પાડોશી દેશ મેક્સિકોમાં સર્જાયેલા એક હાહાકારી અકસ્માતમાં બેકાબૂ ટ્રકે રસ્તા પર ચાલી રહેલા સેંકડો લોકોને કચડી નાંખ્યા હતા. આ અકસ્માતમાં 53 લોકોના મોત થયા છે અને બીજા 50થી વધારે લોકો ઘાયલ છે.મળતી જાણકારી પ્રમાણે એક બ્રિજ પરથી પસાર થઈ રહેલા ટ્રકના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કિનારા પર ચાલી રહેલા લોકોને કચડી નાંખ્યા હતા. એવુ કહેવાઈ રહ્યુ છે કે, હજી પણ મરનારાનો આંકડો વધી શકે છે.મરનારા અને ઘાયલ થયેલામાં ઘણા બીજા દેશના લોકો છે.કેટલાક લોકોએ કહ્યુ હતુ કે, આ લોકો પાડોશી દેશ ગ્વાટેમાલામાંથી આવ્યા હતા. તંત્રનુ કહેવુ છે કે, આ ટ્રકમાં પણ ઘણા લોકો બેઠા હતા અને તે પલટી ખાઈ ગયુ હતુ તેવુ લાગે છે. મેક્સિકો ગેરકાયદેસર ઘૂસણખોરીથી પરેશાન છે.આસપાસના દેશો અમેરિકામાં બોર્ડર રસ્તેથી ઘૂસવા માટે મેકિસકોનો ઉપયોગ કરી રહ્યા છે અને સરકાર આ ઘૂસણખોરી રોકવામાં સફળ થઈ રહી નથી.