દેશમાં કોરોના મહામારી વચ્ચે જ્યા સ્વાસ્થ્ય પર જોખમ મંડરાઈ રહ્યુ છે ત્યારે એક નિરાશાજનક ખબર સામે આવી રહી છે. દેશમાં સિરીંજ અને સોયની સૌથી મોટી કંપની હિન્દુસ્તાન સિરીંજ એન્ડ મેડિકલ ડીવાઈસેસ લિમિટેડને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે એર ક્વોલિટી મેનેજમેન્ટ તરફથી રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રદૂષણને ઓછુ કરવા માટે કંપનીની 228 ફેક્ટરીઓને સસ્પેન્ડ કરવા માટે કહેવામા આવ્યુ છે.
હિન્દુસ્તાન સિરીંજ એન્ડ મેડિકલ ડીવાઈસેસ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર રાજીવ નાથે શુક્રવારે મિડીયાને જણાવતા કહ્યું કે, અમે અમારા કોમ્પ્લેક્સમાં પ્રોડક્શન બંધ કરવાનો નિર્ણય લીધો છે. નાથે જણાવ્યું કે, કંપની પાસે બે દિવસથી વધારેનો બફર સ્ટોક નથી. તેમણે જણાવ્યું કે, અમે સોમવારથી બે દિવસના બફર સ્ટોકથી વધારે સિરીંજનુ ઉત્પાદન નહીં કરી શકીએ. 1.2 કરોડ સિરીંજનું દૈનિક ઉત્પાદન સોમવારથી ઉપલબ્ધ થશે નહીં. આ આંકડામાં એકબીજા સંયંત્રમાં નિર્મિત 40 લાખ સિરીંજ સામેલ છે. જેને એચએમડીએ સોમવારે બંધ કરવાની યોજના બનાવી છે.
કંપનીના એમડી નાથે વડા પ્રધાનને પત્ર લખતા જણાવ્યું કે, ભારત અને વિશ્ર્વસ્તર પર પહેલાથી જ સિરીંજનો પુરવઠો ઓછો છે. સંકટ વધારે ખરાબ થઈ ગયું છે કારણ કે, અમને સ્વૈચ્છિક આધાર પર એકમોને બંધ કરવા જણાવાયું છે જેનાથી રોજની 150 લાખ સોય અને રોજની 80 લાખ સિરીંજના ઉત્પાદન પર અસર થશે.