Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયકોરોનાની ત્રીજી લહેરની આશંકા : કેન્દ્ર સરકારની રાજયોને સૂચના, હોસ્પિટલમાં બેડ અને...

કોરોનાની ત્રીજી લહેરની આશંકા : કેન્દ્ર સરકારની રાજયોને સૂચના, હોસ્પિટલમાં બેડ અને દવાઓ તૈયાર રાખા

કેન્દ્રીય આરોગ્ય સચિવની રાજ્યો સાથે બેઠક

- Advertisement -

કોરોનાના કેસોમાં વધારો થાય તો તે માટે પૂર્વતૈયારી કરવા કેન્દ્ર સરકારે રાજ્યોને નિર્દેશ આપ્યા છે. રાજ્યોને કોરોનામાં વપરાતી આઠ જરૂરી દવાઓનો પૂરતો સ્ટોક રાખવા અને હોસ્પિટલોની સમીક્ષા કરવાના નિર્દેશ આપ્યા છે. જેથી કોરોનાના કેસોમાં વધારો થવાની સ્થિતિમાં કોઇ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય. કેન્દ્રીય આરોગ્ય સચિવે કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટ મુદ્દે વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યો સાથે ચર્ચા કરી હતી. આ બેઠકમાં રાજ્યોના આરોગ્ય સચિવો હાજર રહ્યાં હતાં. આ બેઠકમાં રાજ્યોના આરોગ્ય સચિવોને પૂરતા પ્રમાણમાં વેન્ટિલેટર્સ, પીએસએ પ્લાન્ટ અને ઓક્સિજન કોન્સેન્ટ્રેટર્સ રાખવાના નિર્દેશ આપવામાં આવે છે. આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને આપવામાં આવેલા કેટલાક વેન્ટિલેટર્સનો ઉપયોગ થયો નથી. તેથી રાજ્યોને તમામ રાજ્યોને નિર્દેશ આપવામાં આવે છે કે તેઓ સુનિશ્ચિત કરે કે વેન્ટિલટર્સ, પીએસએ પ્લાન્ટ અને ઓક્સિજન કોન્સેનટ્રેટર્સ ચાલુ અવસ્થામાં છે કે નહીં. રાજ્યોને કોરોના ટેસ્ટિંગ અને વેક્સિનેશનનું પ્રમાણ વધારવાની પણ તાકીદ કરવામાં આવી છે. તમામ જિલ્લાઓમાં આરટી-પીસીઆર ઉપલબ્ધ થાય તે સુનિશ્ર્ચિત કરવા પણ જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular