Saturday, December 21, 2024
Homeરાષ્ટ્રીયગેરમાર્ગે દોરાયેલાં આંદોલનકારી ખેડૂતોને સાચા માર્ગે લાવી શકે સમિતિનો રિપોર્ટ : સુપ્રિમ...

ગેરમાર્ગે દોરાયેલાં આંદોલનકારી ખેડૂતોને સાચા માર્ગે લાવી શકે સમિતિનો રિપોર્ટ : સુપ્રિમ કોર્ટ રચિત સમિતિના સભ્યનો દાવો

સંસદમાં કૃષિકાનૂનો રદ કરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ જાય પછી, આ રિપોર્ટનો કોઇ મતલબ રહેતો નથી

- Advertisement -

કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાનૂનો વિરૂધ્ધ 14 મહિના કરતાં વધુ સમયની ઉત્તરભારતના ખાસ કરીને પંજાબ અને હરિયાણાના ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે. સરકાર અને ખેડૂતો વચ્ચેની સંખ્યાબંધ બેઠકો પછી પણ આ સમસ્યાનો ઉપાય ન મળતાં થોડાં સમય પહેલાં સુપ્રિમ કોર્ટના માર્ગદર્શન પ્રમાણે સમિતિએ એક રિપોર્ટ તૈયાર કર્યો હતો. આ રિપોર્ટ આજની તારીખે ખાનગી છે. તે દરમ્યાન સરકાર વતી પ્રધાનમંત્રી મોદીએ આ કૃષિ કાનૂનો પરત ખેંચી લેવાની જાહેરાત પણ કરી દીધી છે.આ જાહેરાતના અનુસંધાને સંસદમાં નિયમસરની કાર્યવાહી કરીને કૃષિકાનૂનો રદ કરવામાં આવશે. તે દરમ્યાન સુપ્રિમ કોર્ટ રચિત સમિતિના એક સભ્યએ એમ કહ્યું છે કે, સંસદમાં કૃષિ કાનૂનો રદ થઇ જાય પછી આ રિપોર્ટનો કોઇ મતલબ રહેશે નહીં. તેથી ગેરમાર્ગે દોરાયેલાં આંદોલનકારી ખેડૂતોને સાચામાર્ગે વાળવા માટે આ રિપોર્ટ હાલમાં જાહેર કરવો જોઇએ. આ રિપોર્ટથી ખેડૂતોને પોતાના હિતની ઘણી બાબતો સમજાઇ શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular