Saturday, December 21, 2024
Homeરાજ્યદ્વારકામાં પાણીની પાઈપ લાઈન બાબતે બે પરિવારો વચ્ચે જૂથ અથડામણ : સામ...

દ્વારકામાં પાણીની પાઈપ લાઈન બાબતે બે પરિવારો વચ્ચે જૂથ અથડામણ : સામ સામા પક્ષે આઠ શખ્સો સામે ફરિયાદ

લોખંડના પાઇપ, પાવડા, ધોકાનો છૂટથી ઉપયોગ

- Advertisement -

દ્વારકામાં રૂપેણ બંદર વિસ્તારમાં બે માછીમાર પરિવારો વચ્ચે પાણીની લાઇન નાખવા બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને આ બંને જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું સર્જાયું હતું. આ પ્રકારમાં દ્વારકાના પોલીસ મથકમાં સામાપક્ષે મહિલા સહિત કુલ આઠ શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધવામાં આવી છે.

- Advertisement -

આ બનાવ અંગેની પોલીસમાં જાહેર થયેલી વિગત મુજબ દ્વારકામાં રૂપેણ બંદર વિસ્તારમાં અલી ચોક ખાતે રહેતા અયુબ ગફુરભાઈ ઈસબાણી નામના 45 વર્ષના મુસ્લિમ મચ્છીયારા યુવાનને આજથી આશરે પખવાડિયા પૂર્વે કોઈ બાબતે આ જ વિસ્તારમાં રહેતા સુલેમાન ઈસ્માઈલ નામના શખ્સ સાથે બોલાચાલી થઇ હતી. જે અંગેના ચાલી રહેલા મનદુ:ખ વચ્ચે ફરિયાદી અયુબભાઈના પાસે પાણીની પાઈપ લાઈન નાખવાના ચાલી રહેલા કામકાજ દરમિયાન સુલેમાની સ્માઈલ સાથે જુસબ ઈસ્માઈલ, મુસા ઈસ્માઈલ અને સાદિક જુસબ નામના ચાર શખ્સો ધસી આવ્યા હતા.
પાવડા તથા લાકડાના ધોકા સાથે ધસી આવેલા ચારેય શખ્સોએ ફરિયાદી અયુબભાઈને બિભત્સ ગાળો કાઢી, બેફામ માર મારી, ફ્રેક્ચર સહિતની નાની-મોટી ઈજાઓ પહોંચાડી હતી. એટલું જ નહીં આરોપી શખ્સોએ ફરિયાદીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી પણ આપતા આ બનાવ અંગે દ્વારકા પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ 325, 324, 323, 504, 506, 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

સામા પક્ષે આ જ વિસ્તારમાં રહેતા સુલેમાનભાઈ ઈસ્માઈલભાઈ ભેંસલિયા નામના 41 વર્ષના મુસ્લિમ યુવાને અબ્દુલ ગફુર ઈસ્બાની, લાંબો ગફુર ઈસ્બાની, અયુબ ગફૂર અને સફીના ગફુર સામે દ્વારકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી પોતાના ઘર પાસે જેસીબી મશીનની મદદથી પાણીની પાઈપલાઈન નાખવા માટે ખોદકામ કરી રહ્યા હતા, ત્યારે આરોપીઓએ આ સ્થળે આવીને કહે કે- તમે ખોદકામ કરો છો તેથી ચાલવામાં તકલીફ પડે છે અને રસ્તો બંધ થઈ જાય છે- આ બાબતે ઝઘડો વધુ વકરતા આરોપીઓએ બિભત્સ ગાળો કાઢી, લોખંડના પાઇપ વડે હુમલો કરતા ફરિયાદી સુલેમાનભાઈને પગમાં ફ્રેક્ચર સહીતની ઈજાઓ થવા પામી હતી. આ બનાવ અંગે દ્વારકા પોલીસ જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ પી.આઈ. પી.બી. ગઢવી દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular