Sunday, March 16, 2025
Homeરાજ્યક્રાઈસ્ટ હોસ્પિટલમાં કિડની સારવાર અને ટેલીમેડીસીન સેન્ટર સહિત ત્રણ વિભાગનો પ્રારંભ

ક્રાઈસ્ટ હોસ્પિટલમાં કિડની સારવાર અને ટેલીમેડીસીન સેન્ટર સહિત ત્રણ વિભાગનો પ્રારંભ

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે લોકાર્પણ: પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના-મુખ્યમંત્રી માઁ અમૃતમ યોજના હેઠળ દર્દીઓને અતિ આધુનિક સારવાર મળશે

ક્રાઈસ્ટ મલ્ટી સુપર સ્પેશ્યાલીટી હોસ્પીટલ ખાતે ધનતેરસના શુભ દિવસે ત્રણ વિભાગનું લોકાર્પણ યોજાયું હતું. પૂર્વમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આ કાર્યક્રમ યોજાયો હતો.

માધાપર ખાતે આવેલ ક્રાઈસ્ટ હોસ્પીટલમાં આધુનિક ડાયલીસીસ યુનિટ, ક્રાઈસ્ટ ટેલીમેડીસીન સેન્ટર, પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના અને મુખ્યમંત્રી માં અમૃતમ યોજના હેઠળ હૃદયરોગ, હૃદયરોગના ઓપરેશન, યુરોલોજી, સ્ત્રીરોગના દર્દીને તદ્દન નિ:શુલ્ક અને અત્યાધુનિક મેડીકલ સારવાર મળશે.

તબીબી સારવાર ક્ષેત્રે ખૂબ જ ઝડપથી આગળ વધી રહેલા રાજકોટ શહેરની નામાંકિત ક્રાઈસ્ટ હોસ્પીટલમાં કિડની સારવાર યુનિટ સહિત ત્રણ નવા વિભાગોનો શુભારંભ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં અવ્યો હતો. આ પ્રસંગે સાંસદ રામભાઈ મોકરિયા, મંત્રી અરવિંદભાઈ રૈયાણી, નીતિનભાઈ ભારદ્વાજ વગેરે ઉપસ્થિત રહેશે. હોસ્પીટલના ચેરમેન બિશપ જોસ અને હોસ્પીટલના ડાયરેકટર ફાધર થોમસ, ચીફ નોડલ ઓફિસર ડો. જીતેન કક્કડે નવા વિભાગોના લોકાર્પણ અંતર્ગત જણાવ્યુ હતુ કે ક્રાઈસ્ટ હોસ્પીટલના નવા ત્રણ વિભાગો માત્ર રાજકોટના દર્દીઓની તબીબી સેવા સુલભ બનાવશે, પરંતુ સૌરાષ્ટ્રના નાના ગામોના દર્દીઓને કેન્દ્ર અને રાજ્યની સહાય યોજનાનો લાભ પણ આપી શકશે.

ક્રાઈસ્ટ હોસ્પીટલ છેલ્લા દસ વર્ષથી સૌરાષ્ટ્ર-કચ્છની જનતાના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે કાર્યરત રહે છે. આ હોસ્પીટલ નાના પાયે જરૂરી વિભાગો સાથે શરૂ થઈ હતી. આજે ક્રાઈસ્ટ હોસ્પીટલમાં હાર્ટ સર્જરી સહિતના લગભગ તમામ સુપર સ્પેશિયાલિટી વિભાગો કાર્યરત છે. સમગ્ર રાજ્યમાં કોરોના સ્પેશિયલ હોસ્પીટલ તરીકે ક્રાઈસ્ટ હોસ્પીટલને માન્યતા મળી હતી. હોસ્પીટલ સાથે સાથે એજ્યુકેશન એટલે કે પેરામેડિકલ કોર્ષ પણ કાર્યરત છે. ક્રાઈસ્ટ હેલ્થ એકેડમી અને ક્રાઈસ્ટ ઈન્સ્ટીટયુટ ઓફ નર્સિંગ સહિત બે સંસ્થાનો સમાવેશ થાય છે. લોકોએ હોસ્પીટલની આ સફળતા પાછળ ક્રાઇસ્ટ હોસ્પીટલના ડાયરેકટર ફાધર થોમસ, ચીફ નોડલ ઓફિસર ડો. જીતેન એન. કક્કડની મેહનત સફળ રહી છે અને લોકો માટે આશિર્વાદ રૂપ સાબિત થઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular