Monday, December 23, 2024
HomeબિઝનેસStock Market Newsડેરિવેટીવ્ઝમાં ઓક્ટોબર વલણના અંતે ઉછાળે અપેક્ષિત નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં 1158...

ડેરિવેટીવ્ઝમાં ઓક્ટોબર વલણના અંતે ઉછાળે અપેક્ષિત નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં 1158 પોઈન્ટનો નોંધપાત્ર કડાકો..!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૮.૧૦.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૧૧૪૩.૩૩ સામે ૬૧૦૮૧.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૯૭૭૭.૫૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૩૦૩.૪૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧૫૮.૬૩ પોઈન્ટના ઘટાડા સાથે ૫૯૯૮૪.૭૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૨૧૫.૨૫ સામે ૧૮૧૯૪.૭૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૮૪૯.૩૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૫૬.૬૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૫૭.૨૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૮૫૮.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજાજરમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. ભારતીય શેરબજારમાં ઐતિહાસિક અવિરત તોફાની તેજીનો લાંબો દોર જોવાયા બાદ આજે ડેરિવેટીવ્ઝમાં ઓક્ટોબર વલણના અંતે ફંડો, મહારથીઓએ શેરોમાં ઓલ રાઉન્ડ પ્રોફિટ બુકિંગ સાથે તેજીની ઓવરબોટ પોઝિશન હળવી કરતાં બીએસઇ સેન્સેક્સે ૬૦૦૦૦ પોઈન્ટની સપાટી અને નિફટી ફ્યુચરે ૧૮૦૦૦ પોઈન્ટની સપાટી ગુમાવી હતી. દેશમાં મોંઘવારી અસહ્ય બની રહી હોવા સાથે  લાંબા સમયથી ભારતીય શેરબજારમાં સતત તેજીનું તોફાન મચાવનારા ફંડો, મહારથીઓએ અંતે મંદીમાં આવ્યા હોવાના અને તેજીનો મોટો ઉથલો કરીને મંદીના ઓળીયા ઊભા કર્યાની ચર્ચા વચ્ચે આજે ભારતીય શેરબજારમાં અંદાજીત ૧૧૫૮ પોઈન્ટનો અસાધારણ કડાકો બોલાઈ ગયો હતો.

- Advertisement -

ફંડોની આગેવાની હેઠળ ઓપરેટરો તેમજ ખેલાડીઓની સાથોસાથ ચોમેરથી આવેલ વેચવાલીના દબાણે આજે સ્મોલકેપ તેમજ મિડકેપ શેરોમા મોટાપાયે ધોવાણ થતા નાના/ રિટેલ રોકાણકારોની મહામૂલી મૂડીનું મોટાપાયે ધોવાણ થઈ જવા પામ્યું છે. સ્થાનિક તેમજ વૈશ્વિક સ્તરના સાનુકૂળ અહેવાલો પાછળ ચાલુ કેલેન્ડર વર્ષમાં બજારમાં એકધારી તેજીનો માહોલ ઉદ્ભવ્યો છે. જો કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઉંચકાતા તેની વૈશ્વિક અર્થતંત્ર પર પ્રતિકૂળ અસર થવાની ભીતિ તેમજ સતત વધતી મોંઘવારીના કારણે અર્થતંત્ર પર નકારાત્મક અસર થવાની સંભાવના પાછળ ફંડો સહિત મોટા ખેલાડીઓ દ્વારા ઉછાળે તેજીનો વેપાર હળવો કરવાની નીતિ અપનાવી મોટા પાયે નફો બુક કરતાં ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડાસાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૩૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૫૬% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર કેપિટલ ગુડ્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૦૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૯૫ અને વધનારની સંખ્યા ૯૮૫ રહી હતી, ૧૨૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૫૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૫૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય શેરબજારમાં માર્ચ ૨૦૨૦માં કોરોના મહામારી આવી અને લોકડાઉનની જાહેરાત બાદ જોવા મળેલી ઐતિહાસિક તેજીમાં વિદેશી નાણા સંસ્થાનું રોકાણ બમણાથી વધુ થઇ સપ્ટેમ્બર ૨૦૨૧ના અંતે રૂ.૫૦ લાખ કરોડની નજીક પહોંચી ગયું છે. સેબીના આંકડા અનુસાર, આ દોઢ વર્ષના ગાળામાં વિદેશી ફંડ્સની કુલ અસ્કયામત અંદાજીત રૂ.૨૧.૧૭ લાખ કરોડ સામે વધી સપ્ટેમ્બર માસના અંતે રૂ.૪૯.૫૦ લાખ કરોડ પહોંચી છે. દરમિયાન, સ્થાનિક મ્યુચયુઅલ ફંડ્સની અસ્કયામત આ સમયગાળામાં રૂ.૮.૯૮ લાખ કરોડ સામે વધી રૂ.૧૯.૦૬ લાખ કરોડ પહોંચી છે.

માર્ચ ૨૦૨૦માં લોકડાઉનની જાહેરાત સમયે સેન્સેક્સ ૨૫૦૦૦ નજીક પાહોંચી ગયો હતો ત્યારે બીએસઈ ઉપર લીસ્ટેડ બધી જ કંપનીઓનું કુલ માર્કેટ કેપીટલાઈઝેશન રૂ.૧૦૧ લાખ કરોડ થઇ ગયું હતું. આ અનુસાર વિદેશી ફંડ્સ પાસે કુલ અંદાજીત ૨૦.૯૬% જેટલો હિસ્સો અને સ્થાનિક ફંડ્સ પાસે અંદાજીત ૮.૮૯% જેટલો હિસ્સો ભારતીય શેરબજારનો હતો. સપ્ટેમ્બર ૨૦૨૧ના અંતે ભારતીય શેરબજારનું માર્કેટ કેપીટલાઈઝેશન વધી રૂ.૨૫૯.૮૬ લાખ કરોડ થઇ ગયું હતું. વિદેશી ફંડ્સની અસ્કયામતના આધારે આ સમયે તેમની પાસે ૧૯% જેટલો હિસ્સો અને સ્થાનિક ફંડ્સ પાસે ૭.૩૩% હિસ્સો છે. અહી નોંધવું જોઈએ કે આ દોઢ વર્ષના ગાળામાં સ્થાનિક ફંડ્સની રૂ.૮૦,૬૮૧ કરોડની બજારમાં વેચવાલી છે અને સામે વિદેશી ફંડ્સની કેશ સેગ્મેન્ટમાં રૂ.૧,૫૮,૪૪૮ કરોડની ખરીદી છે. આગામી દિવસોમાં વિદેશી અને સ્થાનિક ફંડોની લેવાલી ઉપર ભારતીય શેરબજારની નજર રહેશે.

તા.૨૯.૧૦.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૮.૧૦.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૭૯૦૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૭૭૦ પોઈન્ટના પ્રથમ અને ૧૭૬૩૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૭૯૭૦ પોઈન્ટ થી ૧૮૦૦૮ પોઈન્ટ ૧૮૦૮૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૮૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૮.૧૦.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૯૭૦૬ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૯૩૯૦ પોઈન્ટના પ્રથમ અને ૩૯૦૦૯ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૯૮૮૮ પોઈન્ટ થી ૩૯૯૩૦ પોઈન્ટ, ૪૦૦૮૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૪૦૦૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • બાટા ઇન્ડિયા ( ૧૯૭૬ ) :- ફૂટવેર ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૯૫૫ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૯૪૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૯૪ થી રૂ.૨૦૦૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૦૧૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૭૧૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૬૮૬ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૬૭૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૭૩૩ થી રૂ.૧૭૪૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • મુથૂત ફાઈનાન્સ ( ૧૪૮૬ ) :- રૂ.૧૪૬૦ નો પ્રથમ તેમજ રૂ.૧૪૪૭ ના બીજા સપોર્ટથી ફાઈનાન્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૫૦૩ થી રૂ.૧૫૧૭ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • સિપ્લા લિમિટેડ ( ૮૯૩ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૦૩ થી રૂ.૯૧૫ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૮૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ઓરબિંદો ફાર્મા ( ૬૭૯ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૬૪ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૮૮ થી રૂ.૬૯૬ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • ઇન્ફોસિસ લિમિટેડ ( ૧૭૦૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૬૯૬ થી રૂ.૧૭૮૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ટેક મહિન્દ્ર ( ૧૫૨૨ ) :- રૂ.૧૫૫૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૫૬૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૫૦૭ થી રૂ.૧૪૯૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • રામકો સિમેન્ટ ( ૧૦૨૮ ) :- સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૦૪૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૦૩૩ થી રૂ.૧૦૨૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • મહિન્દ્રા & મહિન્દ્રા ( ૮૮૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કાર & યુટીલીટી વિહિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૮૯૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૮૭૮ થી રૂ.૮૭૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૯૦૯ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • એક્સિસ બેન્ક ( ૭૫૯ ) :- રૂ. ૭૭૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૭૯૭ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૭૪૭ થી રૂ.૭૩૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૮૦૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular