અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરમાં હવાનું પ્રદુષણ ઘટાડવા માટે નિષ્ણાંતોની સલાહ લેવાનું નકકી કર્યું છે. આ માટે દક્ષિણ એશિયામાં કામ કરતી કંપની ICLEIની ક્ધસલ્ટન્ટ તરીકે નિયુકિત કરી છે. આ કંપનીનું આખું નામ ICLEI સાઉથ એશિયા લોકલ ગવર્નમેન્ટ ફોર સસ્ટેઇનેબિલિટી છે.
અમદાવાદ કોર્પોરેશન શહેરમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા ઇચ્છે છે. આ માટે એએમસીએ એકશન પ્લાન ફોર કંટ્રોલ ઓફ એર પોલ્યૂશન ઇન અમદાવાદ (અપ્કાપા) બનાવ્યો છે. આ સલાહકાર કંપની એએમસીનાં અધિકારીઓ તથા શાસકોને શિખવાડશે કે, કેન્દ્ર સરકારમાંથી અમદાવાદની એર કવોલિટી સુધારવા જે નાણાં મળે છે તે નાણાંનો શ્રેષ્ઠ ઉપયોગ કયા કામમાં, કેવી રીતે કરવો ?
આ સલાહના બદલામાં એએમસી આ કંપનીને રૂા.122 લાખ ચુકવશે. આ અગાઉ 2019નાં જૂનમાં રાજય સરકારે અમદાવાદ માટેનો એર એકશન પ્લાન ફાઇનલ કર્યો હતો. ત્યારબાદ ઓગસ્ટ, 2021માં એએમસીએ પોતાના લક્ષ્યાંકો સુધી પહોંચવા ક્ધસલ્ટન્ટ કંપનીઓ પાસેથી દરખાસ્તો મંગાવેલી.
એએમસી કહે છે: કુલ ચાર દરખાસ્તો આવી હતી જે પૈકી આ કંપની સમગ્ર યોજના માટે વિસ્તૃત પ્લાન બનાવી આપશે. આ દરખાસ્ત એએમસીની આરોગ્ય-સોલિડ વેસ્ટ કમિટી સમક્ષ આજે 27 મી ઓકટોબરે મૂકવામાં આવી હતી.
અમદાવાદ શહેરમાં હવાનું પ્રદૂષણ ઘટાડવા નેશનલ કલીન એર પ્રોગ્રામ હેઠળ કેન્દ્રની સરકારે અમદાવાદને રૂા.182 કરોડ ફાળવ્યા છે. આ રકમને વધુ અસરકારક રીતે એએમસી કઇ રીતે ઉપયોગમાં લઇ શકે ? તે સમજાવવા આ કંપની રિપોર્ટ/સૂચનો/પ્રોજેકટ તૈયાર કરશે.
અમદાવાદ મહાનગરપાલિકા રૂા.1.22 કરોડના બદલામાં ‘હવા ચોખ્ખી’ રાખવા ‘સૂચનો’ ખરીદશે
દક્ષિણ એશિયાની કંપની ICLEIની AMC માટે ક્ધસલ્ટન્ટ તરીકે નિમણૂંક