Friday, December 27, 2024
HomeબિઝનેસStock Market Newsઈન્ડેક્સ બેંકિંગ – ફાઈનાન્સ શેરોમાં ફંડોની ભારે લેવાલીએ ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે...

ઈન્ડેક્સ બેંકિંગ – ફાઈનાન્સ શેરોમાં ફંડોની ભારે લેવાલીએ ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૫.૧૦.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૦૮૨૧.૬૨ સામે ૬૧૩૯૮.૭૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૦૪૪૯.૬૮ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૫૫.૩૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૪૫.૪૩ પોઈન્ટના ઉછાળા સાથે ૬૦૯૬૭.૦૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૧૪૪.૫૫ સામે ૧૮૨૨૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૯૮૬.૬૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૪૭.૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯.૩૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૧૫૩.૯૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. વૈશ્વિક મોરચે એનર્જી કટોકટીની પરિસ્થિતિ અને ભારતમાં પણ કોલસાની અછતના પરિણામે વિવિધ રાજયોમાં વીજ કાપના અહેવાલો અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ગઈકાલે વધીને ફરી ૮૪ ડોલરની સપાટી કુદાવી સાત વર્ષની ઊંચાઈએ પહોંચી જવાના નેગેટીવ પરિબળોને અવગણીને આજે દેશમાં આર્થિક વૃદ્વિને વેગ આપવા કેન્દ્ર સરકારના સતત પ્રોત્સાહનો, રાહતોના પગલાં અને ચોમાસું ચાલુ વર્ષે સફળ રહેતાં અને કોરોના સંક્રમણ દૂર થઈ રહ્યું હોઈ ઔદ્યોગિક, આર્થિક પ્રવૃતિઓને મળી રહેલા વેગને પરિણામે આજે ભારતીય શેરબજારોમાં તેજી જોવા મળી હતી.

- Advertisement -

ગત સપ્તાહે આંતરરાષ્ટ્રીય ક્રેડિટ રેટીંગ એજન્સી મૂડીઝ દ્વારા ભારતના ક્રેડિટ રેટીંગને જાળવી રાખીને ક્રેડિટ રેટીંગ આઉટલૂકને નેગેટીવમાંથી અપગ્રેડ સ્ટેબલ કર્યા સાથે આજે ૯  ભારતીય બેંકોના રેટીંગ આઉટલૂકને પણ નેગેટીવમાંથી અપગ્રેડ સ્ટેબલ કર્યા છતાં ભારતીય શેરબજારોમાં લાંબા સમયથી ચાલી રહેલાં તેજીના અતિરેક બાદ ભારે વેચવાલી જોવા મળી હતી. વૈશ્વિક મોરચે એક તરફ ચાઈનામાં એનર્જી કટોકટીના પરિણામે ઔદ્યોગિક એકમો બંધ કરવાની ફરજ પડતાં વિશ્વને સપ્લાય અટકવાના એંધાણ બાદ હવે ભારતમાં પણ કોલસાનો પુરવઠો અમુક દિવસ પૂરતો હોવાના અહેવાલોએ આગામી દિવસોમાં ભારતમાં પણ વીજ કટોકટી સર્જાવાના ફફડાટ વચ્ચે ગત સપ્તાહે ફંડોએ સાવચેતીમાં શેરોમાં ઓલ રાઉન્ડ તેજીની ઓવરબોટ પોઝિશન હળવી કરી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૬૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૭૬% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર બેન્કેક્સ અને ફાઈનાન્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૩૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૧૨ અને વધનારની સંખ્યા ૧૦૪૮ રહી હતી, ૧૭૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૫૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૬૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ઓલ ટાઈમ હાઈ સપાટીએથી સેકન્ડરી બજારમાં જોવા મળી રહેલા સતત ઘટાડાને પરિણામે પ્રાઈમરી માર્કેટમાં રોકાણકારોનો ઉત્સાહ ઓસરી જવાનો ઈનિશિઅલ પબ્લિક ઓફરિંગ્સલાવી રહેલી કંપનીઓમાં ગભરાટ ફેલાયો છે. વર્તમાન વર્ષમાં આઈપીઓ મારફત કંપનીઓએ જંગી નાણાં ઊભા કર્યા છે અને રોકાણકારોનો પણ આઈપીઓમાં ધસારો જોવા મળ્યો છે. જો કે વર્તમાન સપ્તાહમાં શેરબજારના બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ તેની ઓલટાઈમ હાઈ સપાટીએથી નોંધપાત્ર ઘટી ગયા છે. આગામી દિવસોમાં છ જેટલી કંપનીઓ બજારમાંથી રૂપિયા વીસ હજાર કરોડ ઊભા કરવા આઈપીઓ લાવી રહી છે. સેન્સેકસ તથા નિફટી તેની ઓલટાઈમ હાઈ સપાટીએથી ૨% જેટલા ઘટી ગયા છે જ્યારે મિડ-કેપ તથા સ્મોલ-કેપ્સ ઈન્ડાઈસિસ ૬%થી વધુ નીચે સરકી ગયા છે.

સેબીએ તાજેતરમાં એફએસએન ઈ-કોમર્સ વેન્ચર્સ, પીબી ફાઈનટેક વગેરેને તેમના આઈપીઓ માટે લીલીઝંડી આપી છે. આ સિવાય એલઆઈસી જેવી બીજી પણ કેટલીક જાણીતી કંપનીઓ આઈપીઓ લાવવાની તૈયારીમાં છે. વર્તમાન વર્ષમાં અત્યારસુધી અંદાજિત ૪૧ આઈપીઓ મારફત કંપનીઓએ રૂ.૬૬૯૭૪ કરોડ ઊભા કર્યા છે. રિટેલ સહભાગને કારણે વર્તમાન વર્ષમાં આઈપીઓ મારફત નાણાં ઊભા કરવામાં કંપનીઓને સફળતા મળી છે. આ અગાઉ વર્ષ ૨૦૧૭માં રૂ.૬૭૧૪૭ કરોડ ઊભા કરાયા હતા. આવી રહેલા કેટલાક મોટા આઈપીઓને કારણે બજારમાંથી લિક્વિડિટી ખેંચાઈ જવાને કારણે સેકન્ડરી બજારમાં વધુ ઘટાડો જોવા મળવાની પણ સંભાવના નકારાતી નથી.

તા.૨૬.૧૦.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૫.૧૦.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૮૧૫૩ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૮૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૧૭૯૭૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૮૨૦૨ પોઈન્ટ થી ૧૮૨૩૨ પોઈન્ટ ૧૮૨૭૨ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૮૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૫.૧૦.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૪૧૩૪૨ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૪૧૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૪૦૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૪૧૪૦૪ પોઈન્ટ થી ૪૧૪૭૪ પોઈન્ટ, ૪૧૬૦૬ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૪૧૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૭૧૧ ) :- સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૬૮૬ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૬૭૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૪૪ થી રૂ.૧૭૫૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૭૫૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • અદાણી એન્ટરપ્રાઇઝ ( ૧૫૨૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૫૦૫ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૮૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૫૪૪ થી રૂ.૧૫૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • એસબીઆઈ લાઇફ ( ૧૧૩૫ ) :- રૂ.૧૧૧૭ નો પ્રથમ તેમજ રૂ.૧૧૦૭ ના બીજા સપોર્ટથી લાઇફ ઈન્સ્યોરન્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૫૩ થી રૂ.૧૧૭૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • રામકો સિમેન્ટ ( ૯૪૮ ) :- સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૬૩ થી રૂ.૯૭૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૨૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • એક્સિસ બેન્ક ( ૮૪૫ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૯૨૮ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બેન્ક સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૮૫૩ થી રૂ.૮૬૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • લાર્સન & ટુબ્રો ( ૧૭૮૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કન્સ્ટ્રકશન & ઇજનેરી સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૭૭૦ થી રૂ.૧૭૫૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૨૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ટેક મહિન્દ્ર ( ૧૫૩૩ ) :- રૂ.૧૫૬૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૫૭૩ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૫૧૭ થી રૂ.૧૫૦૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૮૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • ટાટા સ્ટીલ ( ૧૨૯૨ ) :- આયર્ન & સ્ટીલ/ઇન્ટરમ. પ્રોડક્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૩૨૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૭૭ થી રૂ.૧૨૬૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • ઇન્ડસઇન્ડ બેન્ક ( ૧૧૭૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૬૦ થી રૂ.૧૧૪૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૨૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • અદાણી પોર્ટ ( ૭૫૦ ) :- રૂ. ૭૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૭૮૭ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૭૩૭ થી રૂ.૭૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૯૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular