ભારત માતા આદર્શ ગરબી મંડળ, લીમડા લેન દ્વારા સતત 61 માં વર્ષની ઉજવણી પ્રસંગે નવરાત્રી દરમ્યાન અલગ-અલગ નોરતાએ મહાનુભાવો ઉપસ્થિત રહી ગરબી મંડળની બાળાઓ, બાળકોના રાસ તેમજ અલગ-અલગ ધાર્મિક પાત્રોના વેશભુષા રમતા ખેલૈયાઓનો લ્હાવો લીધો હતો. તેમજ ગરબી મંડળની બાળાઓને લાણી મહાનુભાવોના હસ્તે આપવામાં આવી હતી. આ લાણી જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જીલ્લાના સાંસદ પૂનમબેન માડમ, શહેરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), વોર્ડ નં. પ ના કોર્પોરેટર સરોજબેન વિરાણી, જામનગરના એડવોકેટ જે. સી. વિરાણી તેમજ મંડળ દ્વારા આપવામાં આવી હતી. નવરાત્રી મહોત્સવ દરમ્યાન મેયર બિનાબેન કોઠારી, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઇ કગથરા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન મનિષભાઇ કટારીયા, શાસકપક્ષ નેતા કુસુમબેન પંડયા, કોર્પોરેટરો નિલેશભાઇ કગથરા, ધિરેનભાઇ મોનાણી, ધર્મીનાબેન સોઢા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ આકાશભાઇ બારડ તેમજ જામનગર શહેર એ.એસ.પી. નિતેશભાઇ પાંડે પૂર્ણિમા પાંડે વગેરે ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં, શરદપૂનમની રઢીયાળી રાત્રે ગરબી મંડળ દ્વારા આયોજીત શરદોત્સવ વિપુલ ગ્રીન્સ ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં મેયર બિનાબેન કોઠારી, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઇ કગથરા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન મનીષભાઇ કટારીયા, શાસકપક્ષ નેતા કુસુમબેન પંડયા, કોર્પોરેટરઓ નીલેશભાઇ કગથરા, સરોજબેન વિરાણી, ગોપાલભાઇ સોરઠીયા વગેરે ઉપસ્થિત રહી ગરબી મંડળને 61 માં વર્ષની ઉજવણી પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી હતી. મંડળના ચેરમેન જીતુભાઇ રામાણી દ્વારા આ પ્રસંગે દાતાઓ, શુભેચ્છકો તેમજ ઇલેકટ્રોનીક મીડીયા, પ્રિન્ટ મીડીયા તેમજ તન-મન-ઘન થી સહકાર આપેલ દરેકનો આભાર માન્યો હતો.