Saturday, December 21, 2024
Homeરાષ્ટ્રીયપ્રજામતની ઐસીતૈસી, પાછલાં બે જ વર્ષમાં પેટ્રોલની કિંમતમાં રૂા.34નો તોતિંગ વધારો

પ્રજામતની ઐસીતૈસી, પાછલાં બે જ વર્ષમાં પેટ્રોલની કિંમતમાં રૂા.34નો તોતિંગ વધારો

- Advertisement -

- Advertisement -

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભડકો જારી છે. બેફામ તેલ કંપનીઓએ શુક્રવારે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 3પ-3પ પૈસાનો વધારો ઝીંકી દીધો છે. ઓક્ટોબર મહીનામાં જ 17 વાર પેટ્રોલિયમના ભાવમાં વૃદ્ધિ કરાઈ છે અને છેલ્લા બે વર્ષમાં જ પેટ્રોલની કિંમતમાં અધધધ રૂ.34નો વધારો કરી દેવાયો છે. ક્રુડ તેલના ભાવમાં વધારાના નામે દેશની જનતા પર પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાનો બોજ નાખવાનું સતત જારી છે તો બીજી તરફ કેન્દ્ર સરકાર પણ વેરાની આવકમાં થોડો કાપ મૂકવા પણ તૈયાર નથી. નવા ભાવવધારાએ મુંબઈમાં પેટ્રોલની કિંમત રૂ.112.78 અને ડીઝલની રૂ.103.63 થઈ ગઈ છે. ભોપાલમાં તો પેટ્રોલની કિંમત અગાઉ જ 115 રૂપિયાને પાર થઈ ગઈ છે.

આંતરરાષ્ટ્રીય ક્રુડ તેલની કિંમત એક વર્ષમાં બમણી થઈ ગઈ છે પણ જ્યારે ક્રુડની કિંમતો તળિયે હતી ત્યારે પણ જનતાને તો ભાવઘટાડાનો લાભ મળ્યો નહોતો જ. છેલ્લા બે વર્ષમાં પેટ્રોલની કિંમતમાં રૂ.34નો અને ડીઝલમાં રૂ.2પનો વધારો થઈ ચૂક્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular