Friday, December 27, 2024
HomeબિઝનેસStock Market Newsભારતીય શેરબજારમાં ઉછાળે અપેક્ષિત નફારૂપી વેચવાલી નોંધાતા ઐતિહાસિક સપાટીએથી ઝડપી પીછેહઠ...!!

ભારતીય શેરબજારમાં ઉછાળે અપેક્ષિત નફારૂપી વેચવાલી નોંધાતા ઐતિહાસિક સપાટીએથી ઝડપી પીછેહઠ…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૦.૧૦.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૧૭૧૬.૦૫ સામે ૬૧૮૦૦.૦૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૧૧૦૯.૨૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૭૭૧.૦૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૫૬.૦૯ પોઈન્ટના ઘટાડા સાથે ૬૧૨૫૯.૯૬ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૪૩૨.૪૫ સામે ૧૮૪૩૦.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૮૨૫૧.૧૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૧૫.૬૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૨.૪૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૮૩૨૦.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત સામાન્ય મજબૂતીએ થયા બાદ ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક બજારોમાં એક તરફ ચાઈનામાં સપ્ટેમ્બરના અંતે જીડીપી-આર્થિક વૃદ્વિનો આંક ઝડપી ઘટીને આવતાં અને વૈશ્વિક એનર્જી કટોકટીના પરિણામે પરિસ્થિતિ કથળી રહ્યાના અહેવાલ સાથે યુ.કે. સહિતના દેશોમાં  ફરી કોરોના સંક્રમણને લઈ ચિંતા વચ્ચે આજે ફંડોએ ભારતીય શેરબજારમાં શેરોમાં ઈન્ડેક્સ બેઝડ મોટું ઓફલોડિંગ કર્યા સાથે સ્મોલ, મિડ કેપ, કેશ સેગ્મેન્ટના શેરોમાં મોટાપાયે ઓફલોડિંગ કરતાં ભારતીય શેરબજારમાં અંદાજીત ૪૫૦ પોઈન્ટનો કડાકો નોંધાયો હતો.

- Advertisement -

આંતરરાષ્ટ્રીય મોરચે ક્રુડ ઓઈલના ભાવ  ફરી વધીને આવતા સાથે વૈશ્વિક શેરબજારમાં નરમાઈએ આજે ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી કરી હતી. ભારતમાં પેટ્રાલ, ડિઝલના ભાવમાં અવિરત તીવ્ર વધારા અને અન્ય ચીજોના ભાવોમાં પણ સતત વધારાના નેગેટીવ પરિબળ આગામી દિવસોમાં જોખમી બની રહેવાની શકયતાએ આજે મોટા ફંડો અને ખેલંદાઓએ મોટાપાયે ઓવરબોટ પોઝિશન હળવી કરતાં ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૯૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૩૧% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૨૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૨૨ અને વધનારની સંખ્યા ૯૭૮ રહી હતી, ૧૨૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૧૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૨૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, શેરબજારમાં ઉદ્ભવેલ આગઝરતી તેજીના માહોલ વચ્ચે સેન્સેક્સે ગઇકાલે એટલે કે મંગળવારે વધુ એક મહત્ત્વની એવી ૬૨,૦૦૦ની ઐતિહાસિક સપાટી કૂદાવી દેતા બજારમાં ઉલ્લાસનું વાતાવરણ જોવા મળ્યું હતું. ગત તા. ૧૫મી ફેબ્રુઆરીએ બીએસઇ સેન્સેક્સે ૫૨૦૦૦ પોઈન્ટની સપાટી હાંસલ કર્યા બાદ દસ મહિના પછી ગઇકાલે ૬૨,૦૦૦ની સપાટી હાંસલ કરી લેતા બજારમાં નવો વિક્રમ રચાયો હતો. ભારતમાં કોરોના પર અંકુશ બાદ અર્થતંત્રને વેગીલું બનાવવા સરકાર દ્વારા તેમજ રિઝર્વ બેંક સાથે મળીને શ્રેણીબધ્ પગલાં ભરવાની સાથે સાથ તાજેતરમાં શરૂ થયેલ સપ્ટેમ્બર ત્રિમાસીકના કોર્પોરેટ પરિણામોની સીઝનમાં આગેવાન કંપનીઓના પ્રોત્સાહક પરિણામો પાછળ બજારની તેજીને વેગ સાંપડયો હતો.

આ અહેવાલો પાછળ ગત સપ્તાહે એટલે તા. ૧૪ ઓક્ટોબરે સેન્સેક્સે ૬૧,૦૦૦ પોઈન્ટની સપાટી હાંસલ કર્યા બાદ બે જ ટ્રેડિંગ સત્રમાં આજે ૬૨૦૦૦ પોઈન્ટની સપાટી હાંસલ કરી હતી. છેલ્લા દસ મહિનામાં બીએસઇ સેન્સેક્સના ૧૦૦૦૦ પોઈન્ટના ઉછાળામાં ૫૩ જેટલા શેરોમાં જંગી વળતર જોવા મળ્યું છે. આ સમય દરમ્યાન બીએસઇ સેન્સેક્સમાં પણ અંદાજીત ૨૬%નો ઉછાળો નોંધાયો છે. જો કે ૬૨૦૦૦ની સપાટી હાંસલ કર્યા બાદ બજારમાં ચોમેરથી નફારૂપી વેચવાલીનું દબાણ આવતા ઉછાળે ઝડપી પીછેહઠ થવા પામી હતી.

તા.૨૧.૧૦.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૦.૧૦.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૮૩૨૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૮૧૮૦ પોઈન્ટના પ્રથમ અને ૧૮૦૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૮૩૭૩ પોઈન્ટ થી ૧૮૪૦૪ પોઈન્ટ ૧૮૪૩૪ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૮૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૦.૧૦.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૯૬૭૭ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૯૨૯૦ પોઈન્ટના પ્રથમ અને ૩૯૦૦૯ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૯૭૩૭ પોઈન્ટ થી ૩૯૮૦૮ પોઈન્ટ, ૩૯૯૦૯ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૯૯૦૯ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૨૭૧૪ ) :- ઇન્ટીગ્રેટેડ ઓઇલ & ગેસ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૬૮૬ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૬૭૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૭૩૩ થી રૂ.૨૭૪૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૭૪૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • અદાણી એન્ટરપ્રાઇઝ ( ૧૫૯૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૫૭૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૫૬૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૬૦૬ થી રૂ.૧૬૧૬ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • એસબીઆઈ લાઇફ ( ૧૧૭૦ ) :- રૂ.૧૧૪૪ નો પ્રથમ તેમજ રૂ.૧૧૩૦ ના બીજા સપોર્ટથી લાઇફ ઈન્સ્યોરન્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૯૪ થી રૂ.૧૨૦૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • અદાણી પોર્ટ ( ૮૦૦ ) :- મરીન પોર્ટ & સર્વિસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૮૧૩ થી રૂ.૮૨૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૮૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ભારતી એરટેલ ( ૭૧૧ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૮૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટેલિકોમ સર્વિસ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૨૭ થી રૂ.૭૩૫ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • ઇન્ફોસિસ લિમિટેડ ( ૧૭૯૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૧૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૭૭૭ થી રૂ.૧૭૭૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ટાટા સ્ટીલ ( ૧૩૪૮ ) :- રૂ.૧૩૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૯૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૩૩૦ થી રૂ.૧૩૧૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૦૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • ઇન્ડસઇન્ડ બેન્ક ( ૧૨૦૬ ) :- બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૪૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૮૮ થી રૂ.૧૧૮૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • મહિન્દ્રા & મહિન્દ્રા ( ૯૦૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કાર & યુટીલીટી વિહિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૯૨૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૮૮૬ થી રૂ.૮૮૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૯૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ઓરબિંદો ફાર્મા ( ૭૦૩ ) :- ૭૨૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૭૩૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૬૯૬ થી રૂ.૬૮૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૩૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular