Friday, December 27, 2024
Homeરાજ્યગુજરાતવીજતંત્રનું મેનેજમેન્ટ કર્મચારીઓ-અધિકારીઓ સાથે વિશ્વાસઘાત કરતું હોવાની લાગણી જાહેર

વીજતંત્રનું મેનેજમેન્ટ કર્મચારીઓ-અધિકારીઓ સાથે વિશ્વાસઘાત કરતું હોવાની લાગણી જાહેર

સંભવિત વીજ કટોકટીના અહેવાલો વચ્ચે આગામી 20મીએ સૌરાષ્ટ્રમાં વીજકર્મીઓનું આંદોલન

- Advertisement -

- Advertisement -

રાજ્યમાં વીજ કટોકટીના ભણકારા વચ્ચે પીજીવીસીએલના અધિકારી-કર્મચારીઓના પ્રશ્નનો નિકાલ કરવામાં નહી આવતા ગુજરાત ઉર્જા સયુંકત સંકલન સમિતિએ આગામી 20મીએ સામુહિક માસ સી. એલ.નું એલાન આપવામાં આવ્યું છે.

અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીઈબી એન્જિનીયર્સ એસોસીએશન દ્વારા પીજીવીસીએલના મેનેજીંગ ડીરેકટરને વિવિધ 21 મુદ્દા સાથે લેખિતમાં હડતાલની જાણ કરવામાં આવી છે સંઘે જણાવ્યું હતું કે ગત મહિને મેનેજમેન્ટ સાથે થયેલ વાટાઘાટમાં તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ખાતરી આપવામાં આવ્યા બાદ માત્ર બદલી-બઢતી જ કરી અધિકારી-કર્મચારીઓ સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે.

- Advertisement -

વીજ કંપનીમાં કર્મચારી-અધિકારી સામે ખાતાકીય કોઈ કાર્યવાહી કરવામાં આવેલ ન હોય તેમજ મેમો, ચાર્જસીટ કે સજા કરવામાં આવેલ ન હોવા છતાં પણ બઢતી અટકાવવામાં આવી છે. નનામી અરજીઓના કિસ્સામાં કરવામાં આવતી ” કાર્યવાહી ઉપર રોક લગાવવી, ઓન ડ્યુટીમાં અકસ્માતથી 60 ટકા વિકલાંગતા થઈ જવાના કિસ્સામાં સર્કલ ઓફીસ દ્વારા મોકલવામાં આવેલ દરખાસ્તને મંજુરી આપવી, કોરોનામાં મૃત્યુને ભેટેલ કર્મચારીઓના પરીજનોને 25 લાખની સહાય આપવા, 700 જેટલી ઈલે.આસી.ની જગ્યા ખાલી હોવા છતા 3 મહિના પહેલા લેવાયેલ પરીક્ષાનું પરીણામ જાહેર કરવાની માંગણી કરવામાં આવી છે. ગત મહિને પણ સંઘ દ્રારા માસ સી.એલ.નું એલાન આપવામાં આવ્યું હતું બાદમાં મેનેજમેન્ટ દ્વારા બદલી-બઢતી કરવામાં આવતા સંઘના હોદેદ્દારોને અન્ય પ્રશ્નના નિકાલની ખાતરી આપવામાં આવતા હડતાલ પાછી ખેંચી લેવામાં આવી હતી બાદમાં અચાનક હડતાલની ચિમકી આપવામાં આવતા પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓમાં દોડધામ મચી ગઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular