રાજ્યમાં આ વર્ષે ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે ઘણા તાલુકાઓમાં પાણી ભરાયાં હતાં. જેના પગલે રાજ્ય સરકારે અતિવૃષ્ટિ સર્વેમાં નવા તાલુકાઓનો પા સમાવેશ કર્યો છે. કુલ 4 જિલ્લાના 20 તાલુકાનો અતિવૃષ્ટિ સર્વેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અતિવૃષ્ટિ સહાય માટે સર્વે કમિટીની પણ રચના કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે ધારાસભ્યો દ્વારા મળેલી રજૂઆત બાદ રાજ્ય સરકારે નવા તાલુકાઓને સર્વેમાં સમાવેશ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
અહીં નોંધવું ઘટે કે, ચોમાસાની સિઝનની શરૂઆતમાં વરસાદ નહીં આવતા દુષ્કાળ પડશે તેવી ભીતિ સર્જાઈ હતી પરંતુ ચોમાસાની સિઝન પૂર્ણ થતા પહેલાં એવો વરસાદ ખાબક્યો કે ખેડૂતો માટે ય જે વરસાદ આશીર્વાદ બનવો જોઈતો હતો તે અભિશાપ બનીને વરસ્યો, જેને કારણે ખેડૂતોને રાતા તો પાણીએ રડવાનો વારો આવ્યો. ખાસ કરીને આ વર્ષે નો સપ્ટેમ્બર મહિનામાં રાજ્યના કેટલાક વિસ્તારમાં અતિ ભારે વરસાદ જોવા મળ્યો જિલ્લાના ઘણા તાલુકાઓમાં વરસાદથી ઘણાં ગામ પાણીમાં ખેતરો પણ બેટમાં પરિણમ્યા હતા. જેના પગલે ખેડૂતોને ભારે નુકસાન થયું હોવાનું અનુમાન છે. બાદમાં રાજ્ય સરકારે અતિવૃષ્ટિ સર્વે માટે કમિટીની રચના કરી છે. આ સર્વે બાદ જલ્દી જ તેના 52 આગળની કામગીરી હાથ ધરવામાં આવશે અને સ્થાનિકોને રાહત પહોંચશે.
અતિવૃષ્ટિ સર્વે માટે કમિટીની રચના
અન્ય 20 તાલુકાઓનો પણ અસરગ્રસ્તમાં સમાવેશ