Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતઓખા-અર્નાકુલ્લમ તથા ઓખા-રામેશ્વરમ સ્પે. ટ્રેન લંબાવાઇ

ઓખા-અર્નાકુલ્લમ તથા ઓખા-રામેશ્વરમ સ્પે. ટ્રેન લંબાવાઇ

ઓખા-વારાણસી તથા ઓખા-જયપુરમાં વધારાનો સ્લિપર કોચ જોડવા નિર્ણય

- Advertisement -

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાઓને ધ્યાને લઇ ઓખા-અર્નાકુલ્લમ તથા ઓખા-રામેશ્વરમ સ્પે. ટ્રેનને લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત ઓખા-વારાણસી અને ઓખા-જયપુર સ્પે. ટ્રેનમાં અસ્થાયી ધોરણે વધારાનો કોચ જોડવા નિર્ણય કરવામાં આવ્યો છે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જૈફના જણાવ્યાનુસાર ટ્રેન નં. 06337 ઓખા-અર્નાકુલ સ્પે. ટ્રેન તા. 13 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધી દર સોમવાર અને શનિવારે તથા ટ્રેન નં. 06338 અર્નાકુલ્લમ-ઓખા તા. 10 નવેમ્બરથી 28 જાન્યુઆરી સુધી દર શુક્રવાર અને બુધવારે દોડશે. આ ઉપરાંત ટ્રેન નં. 06734 ઓખા-રામેશ્વરમ ટ્રેન તા. 16 નવેમ્બરથી 1 ફેબ્રુઆરી સુધી દર મંગળવારે દોડશે. તેમજ ટ્રેન નં. 06733 રામેશ્વરમ-ઓખા તા. 12 નવેમ્બરથી 28 જાન્યુઆરી સુધી દર શુક્રવારે દોડશે. આ ટ્રેનનું ટિકિટ બુકિંગ 11 ઓકટોબરથી શરૂ થશે. આ ટ્રેનો સંપૂર્ણ રીતે રિર્ઝવેશન ટ્રેનના રૂપમાં દોડશે.

આ ઉપરાંત ટ્રેન નં. 09069/70 ઓખા-વારાણસી સ્પે. ટ્રેનમાં તા. 21 ઓકટોબરથી 18 નવેમ્બર સુધી ઓખાથી તથા તા. 23 ઓકટોબરથી 20 નવેમ્બર સુધી વારાણસીથી વધારાનો સ્લિપર કોચ જોડવામાં આવશે. તેમજ ટ્રેન નં. 09537/38 ઓખા-જયપુર સ્પે. ટ્રેનમાં ઓખાથી તા. 25 ઓકટોબરથી 22 નવેમ્બર સુધી તથા જયપુરથી તા. 26 ઓકટોબરથી 23 નવેમ્બર સુધી વધારાનો સ્લિપર કોચ જોડવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular