ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતોની હત્યા વિરોધમાં મહારાષ્ટ્ર સરકારેડઆજે રાજવ્યાપી બંધનું આહવાન કર્યું છે. એનસીપી, કોંગ્રેસ, અને શિવસેનાના સત્તારૂઢ ગઢબંધન મહાવિકાસ અઘાડીએ કહ્યું કે રાજયવ્યાપી બંધનું એલાન કરવામાં આવ્યું છે તેનું કારણ છે કે રાજય દેશના ખેડૂતોની સાથે છે. બીજી બાજુ શેવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે તેનો પક્ષ ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતોની હત્યા વિરોધમાં મહારાષ્ટ્ર બંધમાં પુરી તાકાત લગાવશે. મુંબઇનું જનજીવન સંપૂર્ણ રીતે ખોરવાયું છે. મુંબઇમાં બજારો – દુકાનો – બેસ્ટની બસો બંધ ઉપરાંત જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓની હેરફેર પણ ખોરવાય ગઇ છે. હોટલો – રેસ્ટોરન્ટ પણ બંધ છે.
છત્રપતિ શિવાજી માર્કેટ યાર્ડ ટ્રેડર્સ અસોસિએશને પણ આ બંધને સમર્થન કર્યું છે. તેમનું કહેવું છે કે સોમવારે ફળ શાકભાજી, ડુંગળી, બટારાના બજાર સંપૂર્ણ રીતે બંધ રહેશે. વ્યાપારી સંગઠનને તમામ વ્યાપારીઓને સોમવારે પોતાની દુકાન જ બંધ રાખવાની અપીલ કરી છે. તેમણે ખેડૂતોને અપીલ કરી છે કે તે પોતાની ઉપજથી સોમવારે શહેરોમાં ન જાય. જો કે આ દરમિયાન જરૂરી સેવાઓ ચાલુ રહેશે. ખેડૂત સભામાં આ બંધને સમર્થન આપ્યું છે. સંગઠને કહ્યું છે કે 21 જિલ્લામાં આ કાર્યકર્તા સમાન વિચાર વાળા સંગઠનોની સાથે બંધનો સફળ બનાવવા માટે સમન્વય સ્થાપિત કરી રહ્યા છે. મહારાષ્ટ્ર સરકારના 3 ગઠબંધન દળો કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાએ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં થયેલી હિસાની ઘટનામાં માર્યા ગયેલા ખેડ્તોના સમર્થનમાં રાજયવ્યાપી બંધનું આહવાન કયું છે. ત્રણેય પાર્ટી સંયુકત ધરના પ્રદર્શન કરશે.
મહારાષ્ટ્ર બંધ દરમિયાન મુંબઈ પોલીસે અયોગ્ય ઘટનાથી બચવા માટે રસ્તાઓ પર કર્મીઓની તૈનાતી વધારી છે. પોલીસ અફસરોનું કહેવું છે કે રાજય રિઝર્વ પોલીસ દળની 3 કંપનીઓ, હોમગાર્ડના 500 જવાન અને સ્થાનીય સશસ્ત્ર એકમોના 400 જવાનો પહેલાથી નવરાત્રિ દરમિયાન સુરક્ષા માટે વધારાની જનશકિતના રૂપમાં તૈનાત કરવામાં આવ્યા છે. પરંતુ બંધને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસ કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે વધારે જનશકિતનો ઉપયોગ કરશે. ત્યારે ભાજપે આ મહારાષ્ટ્ર બંધનો વિરોધ કર્યો છે. વિપક્ષના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે સત્તારૂઢ દળ આ મામલામાં રાજકારણ કર રહ્યા છે. ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ પણ રાજય સરકારને ચેતવણી આપી છે કે તે દુકાનો જબરદસ્તી બંધ ન કરાવે. જો એમ કયું તો તેમને ભાજપ કાર્યકર્તાનો સામનો કરવો પડશે. તેમણે કહ્યું કે પોલીસ એ સુનિશ્ચિત કરે કે કોઈ પણ દબાણ ન કરવામાં આવે. ત્યારે એનસીપીના પ્રવકતા નવાબ મલિકે જણાવ્યું હતુ કે અડધી રાતથી પ્રદેશ વ્યાપી બંધની શરૂઆત થશે. તેમણે કહ્યું હતુ કે શિવસેના, એનસીપી અને કોંગ્રેસના કાર્યકર્તા નાગરિકોને મળી રહ્યા છે અને તેમને બંધમાં સામેલ થવા તથા ખેડૂતોની સાથે એકજૂથતા દર્શાવવાનો આગ્રહ કરી રહ્યા છે. રાકાંપા નેતા કહ્યું કે એમવીએની માંગ છે કે કેન્દ્રીય ગૃહ રાજય મંત્રી અજય મિશ્રાને સસ્પેન્ડ કરવામાં આવે.
ખેડૂતોની હત્યાના વિરોધમાં મહારાષ્ટ્ર સજજડ બંધ
બંધને કારણે મુંબઇનું જનજીવન ખોરવાયું : રાજયમાં કડક સુરક્ષા બંદોબસ્ત : શિવસેના, એનસીપી અને કોંગ્રેસ સંયુકત રીતે કરશે ધરણાં