જામનગર મહાનગરપાલિકા અને લાખોટા નેચર કલબ દ્વારા આવતીકાલે તારીખ 08-10-2021 ના શુક્રવારે શહેરના એમ્યુઝમેન્ટ પાર્ક હોલમાં સાંજે 4 થી રાત્રી ના 9 વાગ્યા સુધી તસ્વીર પ્રદર્શન યોજવામાં આવ્યું છે. આ તસવીર પ્રદર્શન તેમજ વિજેતાઓને સન્માનિત કરવાના કાર્યક્રમમાં શહેર ભારતીય જનતા પાર્ટીના હોદેદારો તેમજ મહાનગરપાલિકાના પદાધિકારી ઓ ઉપસ્થિત રહી વિજેતાઓને પ્રોત્સાહિત કરનાર છે જેમાં સમગ્ર વાઈલ્ડલાઈફ વિક દરમિયાન વિજેતા થયેલા સ્પર્ધકોને પણ સન્માનિત કરવામાં આવનાર છે, સંસ્થાના મંત્રી ભાવિક પારેખ એ અખબારી યાદી દ્વારા પર્યાવરણ પ્રેમી અને તસ્વીરપ્રેમી ઓને કાર્યક્રમ માં ઉપસ્થિત રહેવા અપીલ કરી છે.