Friday, December 5, 2025
Homeધર્મ / રાશિમાઁ શકિતની આરાધનાનો પ્રારંભ...

માઁ શકિતની આરાધનાનો પ્રારંભ…

પ્રધાનમંત્રીએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા

આજથી શક્તિની આરાધનાનું પર્વ શરૂ થઈ ગયું છે, જે 15 ઓક્ટોબર દશેરાના દિવસે પૂર્ણ થશે. આ વખતે તિથિઓની વધ-ઘટ થવાથી નવરાત્રિ 8 દિવસની જ રહેશે.

- Advertisement -

આ વખતે ગુરૂવારથી નવરાત્રિ શરૂ થવાથી દેવી ડોલીમાં બેસીને આવશે અને શુક્રવારે દશેરાના દિવસે વિદાય લેતા સમયે દેવીનું વાહન હાથી રહેશે. 5્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવરાત્રિના પ્રારંભ નિમિત્તે સર્વે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. માઁ શકિત તમામ જીવનમાં સુખ-સમૃધ્ધિ લાવે તેવી કામના કરી છે. આજે ઘટ સ્થાપના માટે માત્ર 2 જ શુભ મુહૂર્ત રહેશે. આ વર્ષે ચિત્રા નક્ષત્ર અને વૈધૃતિ નામનો અશુભ યોગ આખો દિવસ રહેવાને કારણે આવું થઈ રહ્યું છે. આ અંગે ઉજ્જૈન, પુરી, તિરુપતિ, હરિદ્વાર અને બનારસના વિદ્વાનોના જણાવ્યા પ્રમાણે અભિજિત મુહૂર્તમાં ઘટ સ્થાપના કરવું શુભ રહેશે.

ોક પરંપરા પ્રમાણે, અનેક જગ્યાએ ચોઘડિયા મુહૂર્ત જોઈને કળશ સ્થાપના કરવામાં આવે છે. એના માટે સૂર્યાસ્ત પહેલાં સુધી કુલ 4 મુહૂર્ત રહેશે. લોક પરંપરા પ્રમાણે, અનેક જગ્યાએ ચોઘડિયા મુહૂર્ત જોઈને કળશ સ્થાપના કરવામાં આવે છે. એના માટે સૂર્યાસ્ત પહેલાં સુધી કુલ 4 મુહૂર્ત રહેશે. 7 શુભ યોગમાં કળશ સ્થાપના-નવરાત્રિની શરૂઆત 7 શુભ યોગમાં થઈ રહી છે. આ દિવસે સૂર્યોદય સમયે કુંડળીમાં મહાલક્ષ્મી, પર્વત, બુધાદિત્ય, શંખ, પારિજાત, ભદ્ર અને કેમુદ્રુમ યોગ રહેશે. આ શુભ યોગમાં શક્તિ પર્વની શરૂઆત થવાને કારણે દેવી પૂજાથી સુખ-સમૃદ્ધિ અને ઉન્નતિ મળશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular