વુમન અન્ડર-19 વન ડે ટૂર્નામેન્ટના લીગ રાઉન્ડ અંતિમ તબકકામાં પહોંચ્યા છે. સુરતમાં રમાયેલા મેચમાં સૌરાષ્ટ્રનો ઉત્તરાખંડ સામે પરાજય થયો છે. સૌરાષ્ટ્રના 39 રનનો લક્ષ્યાંક ઉત્તરાખંડે માત્ર 23 બોલમાં પૂરો કરી જીત મેળવી હતી. ઉત્તરાખંડની રાધવીએ હેટ્રિક વિકેટ સાથે કુલ ચાર વિકેટ મેળવી હતી. રાજકોટમાં0 રમાયેલ મેચમાં ગુજરાતનો આસામ સામે વિજય થયો છે. આસામના 212ના સ્કોર સામે ગુજરાતે 49.2 ઓવરમાં 7 વિકેટ ગુમાવી જીત મેળવી હતી. જયારે ગુજરાતની લીસાના 57 અને ઝીલના 51 રન હતાં. વિઝાગમાં રમાયેલા મેચમાં બરોડાનો બિહાર સામે વિજય થયો છે. રાજકોટમાં રમાયેલા અન્ય મેચમાં વિદર્ભ સામે હૈદરાબાદનો 8 વિકેટે વિજય થયો છે. જયારે ઉત્તરપ્રદેશનો 3 વિકેટ વિજય થયો છે.
આચાલના આશ્રમ અણનમ 100 રનની મદદથી મુંબઇએ 6 વિકેટ ગુમાવી 206 રન કર્યા હતાં. જેના જવાબમાં ઉત્તરપ્રદેશે 49.2 ઓવરમાં 7 વિકેટ ગુમાવી જીત મેળવી હતી. યુ.પી.ની તૃપ્તિના 51 અને શીખાના 51 રન હતાં.