Thursday, December 26, 2024
Homeરાજ્યગુજરાતવિકાસનું નવું સ્વરૂપ : કાઠિયાવાડમાં ‘આબુ’ !

વિકાસનું નવું સ્વરૂપ : કાઠિયાવાડમાં ‘આબુ’ !

ખંભાલિડા બૌધ્ધ ગુફાઓનો પણ રૂા.700 લાખના ખર્ચે વિકાસ કરવામાં આવશે : ઓસમ ડુંગરમાં 80 ફુટ ઉંચો ધોધ વહે છે : સાત વર્ષ પહેલાં પણ આ ‘આબુ’નો વિચાર કરવામાં આવ્યો હતો

- Advertisement -

રાજકોટ જિલ્લાના પ્રવાસન સ્થળમાં સમાવિષ્ટ થયેલ પાટણવાવના ઓસમડુંગરનો વિકાસનો રોડમેપ તૈયાર કરી લેવામાં આવ્યો છે પીપીપી ધોરણે ઓસમડુંગરને આબુ જેવું પર્યટક સ્થાન બનાવવાનો પ્લાન વિચારવામાં આવ્યો છે સાથોસાથ સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ ઓસમડુંગર ઉપર પેરાગ્લાઈડીંગ પણ શરૂ કરવામાં આવનાર છે.

કલેકટર કચેરીના સુત્રોના જણાવ્યા પ્રમાણે ઓસમડુંગર ઉપર પુરતા પ્રમાણમાં પાણીના સોર્સ છે તેનો ફાયદો લઈ નેચરલ ધોધ પડે છે તેની આજુબાજુમાં તળાવ બનાવવામાં આવનાર છે જયાં કાયમી પાણી ઉપલબ્ધ હોવાથી આ પોઈન્ટ ડેવલપ કરવા કમ્મર કસવામાં આવી છે આ માટે ધોરાજીના ઉદ્યોગપતિઓ સાથે પીપીપી ધોરણે તળાવ બનાવવામાં આવશે તેની પાછળ આશરે રૂા.2.50 કરોડનો ખર્ચ કરવામાં આવનાર છે.

આબુમાં જે રીતના તળાવ-ધોધ છે તેવી રીતના જ ઓસમડુંગરનો વિકાસ કરવાનો લે-આઉટ તૈયાર કરી લેવામાં આવ્યો છે. ડુંગર ઉપર લોકો એક દિવસ આરામથી પસાર કરી શકે તે માટે અમદાવાદના કાંકરીયા તળાવ જેવુ તળાવ બનાવવામાં આવશે અને તેની ફરતે વોક-વે બનાવવામાં આવશે તેમજ ખાણી-પીણીના સ્ટોલ પણ ઉભા કરવામાં આવશે.7 વર્ષ પહેલા ઓસમડુંગરમાં પેરાગ્લાઈડીંગ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પરતું પાછળથી આ પ્રોજેકટ પડતો મુકવામાં આવ્યો હતો હવે ફરી આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવનાર છે આશરે દોઢ વર્ષ પછી પેરાગ્લાઈડીંગ શરૂ કરવામાં આવનાર છે.

ખંભાલીડા બૌધ્ધ ગુફાનો પણ 7 કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવનાર છે આ માટે બૌધ્ધ ગુફામાં મ્યુઝિયમ બનાવવામાં આવનાર છે જેના ટેન્ડરની પ્રક્રિયા પ્રવાસન નિગમ તરફથી શરૂ કરવામાં આવી છે.

ઓસમ ડુંગરમાં 80 ફૂટથી ધોધ પડે છે- ઓસમડુંગરમાં અત્યારે ધોધ 70-80 ફૂટની ઉંચાઈએથી ધોધ પડે છે આ ધોધ ઉનાળા સુધી અવિરત રહે છે આથી ધોધનો ફાયદો લઈ તેની નજીક જ તળાવ બનાવવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular