Tuesday, December 24, 2024
Homeરાજ્યગુજરાતઆવતીકાલે ગાંધીનગર મહાપાલિકા માટે મતદાન, ભૂપેન્દ્ર પટેલની પ્રથમ પરીક્ષા

આવતીકાલે ગાંધીનગર મહાપાલિકા માટે મતદાન, ભૂપેન્દ્ર પટેલની પ્રથમ પરીક્ષા

ગાંધીનગર ઉપરાંત ભાણવડ, ઓખા નગરપાલિકાની ચૂંટણી માટે પણ યોજાશે મતદાન

- Advertisement -

રાજયના પાટનગર ગાંધીનગરના મતદારો રવિવારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, કારણ ગાંધીનગર મહાનગરપાલિકા (જીએમસી)ની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે. ભાજપ ખૂબ ઓછી બહુમતી સાથે મહાનગર પાલિકાની સત્ત્મામાં રહી છે, જયારે ઘણા વર્ષોથી કોંગ્રેસનો મજબૂત મતદાર આધાર રહ્યો છે.

ગાંધીનગર અને મહાનગર પાલિકાની હદની અંદર સામેલ કેટલાક પાડોશી ગામોમાં હાલમાં જ સીમાંકન લાગુ કરવામાં આવ્યું હોવાથી, ભાજપને મહાનગર પાલિકામા મોટો લાભ થશે તેવુ લાગી રહ્યું છે. ચૂંટણીના મેદાનમાં આમ આદમી પાર્ટીના પ્રવેશથી જીએમસીની હરીફાઈમાં એક નવું પરિમાણ ઉમેરાયું છે, જયાં પરંપરાગત રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણી થતી આવી છે. આ અઠવાડિયાની શરૂઆતમાં ગાંધીનગરમાં રોડ શો કરનારા આપના નેતા મનીષ સિસોદિયાએ દાવો કર્યો હતો કે, તેમની પાર્ટી રાજયના પાટનગરની ચૂંટણીમાં જીત મેળવશે.

જીએમસીની ચૂંટણી મહત્વપૂર્ણ છે કારણ કે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની પહેલી ચૂંટણીલક્ષી પરીક્ષા હશે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે અને જીએમસી એ ગાંધીનગરના મોટા લોકસભા મતવિસ્તારનો ભાગ છે. મહત્વનું છે કે, ગાંધીનગર શહેરમાં મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ રહે છે. જીએમસીની પહેલી ચૂંટણી 2011માં યોજાઈ હતી અને કોંગ્રેસે બહુમતી મેળવી હતી. જો કે, મેયર સહિત ત્રણ કાઉન્સિલરે ભાજપમાં સામેલ થઈને જીએમસીની સત્ત્મા આપી હતી. 2016ની ચૂંટણીમાં પણ, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટાઈ થઈ હતી. એક કાઉન્સિલર ભાજપમા સામેલ થયા હતા અને મહાનગરપાલિકાની સત્તા અપાવી હતી. આ ઉપરાંત દ્વારકા જિલ્લાની ભાણવડ અને ઓખા નગરપાલિકા તેમજ રાજયની અન્ય પાલિકા અને પંચાયતોની પેટા ચૂંટણી માટે પણ મતદાન યોજાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular