જામનગર શહેરમાં પટેલ પાર્ક પાસેના વિસ્તારમાં રહેતો યુવાન તેના ઘરે નિંદ્રાધિન હાલતમાં બેડ પરથી પડી જતાં બેશુદ્ધ હાલતમાં જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં પટેલ પાર્ક પાસેના ગોકુલદર્શન શેરી નં.1 માં રહેતો હિતેશ ચુનીલાલ શર્મા (ઉ.વ.45) નામનો યુવાન રાત્રિના સમયે તેના ઘરે નિંદ્રાધિન હાલતમાં હતો તે દરમિયાન બેડ પરથી પડી જતા બેશુદ્ધ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ સુનિલભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ વી.કે. રાતિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.